મોરબી નજીક 29 લાખની લૂંટ કેસમાં એલસીબી ટીમને મળી મહત્વપૂર્ણ સફળતા

- text


આરોપીઓ પોલીસની હાથવેતમાં

મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવ્યાની ઘટનામાં મોરબી એલસીબી ટીમ ત્રણેય લૂંટારુઓ સુધી પહોંચવામાં સફળ થઈ હોવાનું અને લૂંટારુંઓ હાથવેંતમાં હોવાના સંકેતો મળી રહ્યા છે.

મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામના રહેવાસીચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી ફેક્ટરીએથી કામ પતાવી ઘેર જતા હતા ત્યારે ગત અઠવાડિયે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક અજાણી કારે તેમને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ત્રણ શખ્સો તેમની પાસે રહેલ રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી ગયા હતા. અજાણ્યા ફોર વ્હીલમાં આવેલ ત્રણ અજાણ્યા માણસો લૂંટને અંજામ આપી નાસી જતા ઘટનાની જાણ થતાં તુરત જ મોરબી તાલુકા, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચારે તરફ જિલ્લામાં નાકા બંધી કરી ચંદ્રેશભાઈની ફરિયાદને આધારે રૂ.29 લાખની લૂંટ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

- text

આ ચકચારી લૂંટમાં અંધારામા કઈ ગાડી હતી અને લૂંટારુઓ અંગેની ઓળખ સ્પષ્ટ ન હોવાથી પોલીસ ટીમ દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અલગ અલગ દિશામાં તપાસ કરતા એલસીબી ટીમને મહત્વની સફળતા મળી હોવાનું અને લૂંટારુઓ પોલીસની હાથવેંતમાં હોવાનું અને ટૂંક સમયમાં જ પોલીસ લૂંટારુઓને બેનકાબ કરી સતાવાર રીતે લૂંટ ડિટેક્શન અંગેની વિગતો જાહેર કરનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text