મોરબી જિલ્લાના 90 નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી

- text


 

મહેસુલ તંત્રમાં લાંબા સમય બાદ બદલીનો ગંજીપો ચિપાયો, 41 નાયબ મામલતદાર અને 29 ક્લાર્કના બદલીના ઓર્ડર નીકળ્યા

વિધાનસભા ચૂંટણી અને ડિઝાસ્ટરમાં ચોમાસાને ધ્યાને રાખીને ફાળવાયેલ મહેકમ ફરી મૂળ કામે લગાવાયુ

 

મોરબી : મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને 49 જેટલા ક્લાર્કના બદલીના હુકમો કરવામાં આવ્યા છે. એકસાથે આટલાં કર્મચારીઓની ઘણા લાંબા સમય બાદ બદલીઓ થઈ છે. જેને કારણે જિલ્લાના આખા મહેસુલ તંત્રમાં મોટો ફેરફાર થયો છે.

મોરબી કલેકટર કચેરીના ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના નાયબ મામલતદાર એન. આર. જોશીની મહેસુલ-1 કલેક્ટર કચેરી, જે.વી. કાવડની કલેકટર કચેરી બિનખેતી શાખા, બી.એસ. પટેલની મહેસુલ મામલતદાર કચેરી વાંકાનેર, એમ. જે. પટેલની ડિઝાસ્ટર કલેકટર કચેરી, સી. જે. આચાર્યની સર્કલ ઓફિસર હળવદ, ટી. એન. પટેલની પુરવઠા શાખામાં બદલી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ચૂંટણી શાખાના એસ. એન. ટાંકની મહેકમ કલેક્ટર કચેરી, ઓ. એન. જાડેજાની મોરબી પ્રાંત કચેરી, એસ.એન. બારીયાની સર્કલ ઓફિસર મોરબી ગ્રામ્ય, ડી. એલ રામાનુજની ટંકારા, એ.બી. પરમારની શિસ્તેદાર પ્રાંત કચેરી વાંકાનેર, પી.આર.ગંભીરની શિસ્તેદાર પ્રાંત કચેરી મોરબી, ડી.એન. સોનાગ્રાની મહેસુલ હળવદ, કે.ડી. બુસાની મહેસુલ ટંકારા, એચ.જી. મારવાણીયાની મહેસૂલ અને પુરવઠા માળિયા, વાય.પી. ગૌસ્વામીની સર્કલ ઑફિસર વાંકાનેર, બી.એમ. સોલંકીની સર્કલ ઓફિસર માળિયા, એસ.જે. ઠુમમરની મહેસુલ કલેકટર કચેરી, એસ.એમ. મેસરિયા ઇ ધરા મોરબી ગ્રામ્ય, જે.પી. પાલિયાની અપિલ કલેકટર કચેરી, એસ.આર.ગોહિલની પુરવઠા અને ઇ ધરા મોરબી શહેર તરીકે બદલી કરવામાં આવી છે.

મોરબી શહેરના એ.એસ. જાડેજાની ઇ ધરા વાંકાનેર, ડિઝાસ્ટર કલેકટર કચેરીના વી.આર.ઝાલરિયાની નાની બચત અને મનોરંજન કલેકટર કચેરી, ટંકારાના કે. એમ. રોયની મહેસૂલ ટંકારા, ટંકારાના આર.એલ. ઝાલાની પુરવઠા શાખામાં, વાંકાનેરના કે. આર. ઝાલાની ઈ ધરા મોરબી ગ્રામ્ય, એ.એમ. પાવરાની મહેસુલ મોરબીમાં બદલી કરાઈ છે.

હળવદના એસ.વી.ત્રામ્બડિયાની મહેસુલ મોરબી ગ્રામ્ય, મોરબી ગ્રામ્યના એસ.એ.ઝાલાની મધ્યાહન ભોજન યોજના વાંકાનેર, જી.એસ. જાડેજાની પુરવઠા મોરબી ગ્રામ્ય એન.એ.મહેતાની ઇ સેવા કલેકટર કચેરી, હળવદના જે.એમ.મેણીયાની મ.ત.ય. હળવદ, એ.જી. સુરાણીની મધ્યાહન ભોજન યોજના હળવદ, એ.આર.પટેલની ઇ ધરા હળવદ, પી.વી. ચાવડાની પુરવઠા હળવદ, ટંકારાના એચ.ટી.ગોહેલની મતદારયાદી ટંકારા, પી.એન. અજાણી ઇ ધરા ટંકારા, વાંકાનેરના સી.આર.પરમારની એટીવીટી મોરબી પ્રાંત કચેરી, યુ. એસ.વાળાની મધ્યાહન ભોજન યોજના ટંકારા, એચ.એમ. પરમારની સર્કલ ઓફિસર વાંકાનેર, મોરબી શહેરના એચ.એમ.કુંડારીયાની શિસ્તેદાર પ્રાંત હળવદ તરીકે બદલી કરાઈ છે.

- text

જ્યારે ક્લાર્કમાં મોરબી ગ્રામ્યના એન.ટી. કણઝારિયાની જનરલ કલેકટર કચેરી, ચૂંટણી શાખાના આર.એસ.ડાંગરની મેં.જી. પ્રાંત મોરબી, ટંકારાના એમ.બી. ચૌહાણની મેં.જી. મોરબી શહેર મામલતદાર, માળિયાના એસ.વાય. પડસુંબિયાની જમન માળિયા, વાંકાનેરના એફ.યુ.માથકીયાની એસ્ટા વાંકાનેર, હળવદના એચ.એસ.રાણાની એસ્ટા હળવદ, ચૂંટણી શાખાના જે.સી.પરમારની મેં.જી. વાંકાનેર, એમ.એચ.સીસોદીયાની મહેકમ કલેકટર કચેરી,એચ.જી.ચૌહાણની પુરવઠા કલેકટર કચેરી, એ.આર.ઝાલરીયાની જમન -1 કલેકટર કચેરી, સી.એ.પ્રજાપતિની જમન -2 કલેકટર કચેરી, એમ.એન.ઝાલાની ઇ ધરા મોરબી ગ્રામ્ય, બી.ડી. પટેલની જમન ટંકારા, આર.જે.રાઠોડની અપીલ કલેકટર કચેરી, કે.જે.દવેની રેવ ટેવ કલેકટર કચેરી,એન.એસ.સોલંકીની બિનખેતી કલેકટર કચેરી, એ.એમ.વિલપરાની રેકર્ડ કલેકટર કચેરીમાં બદલી કરવામાં આવી છે.

મોરબી ગ્રામ્યના બી.જે. જાડેજાની ડિસ્પેચ કલેકટર કચેરી, મોરબી શહેરના એમ.બી. ભાટિયાની જમન મોરબી ગ્રામ્ય, પુરવઠાના એ.જી. એરવાડિયાની એડીએમ મોરબી ગ્રામ્ય, મેજી.-અપીલ પ્રાંત હળવદના એમ.કે.પટેલની જમન મોરબી શહેર, મોરબી ગ્રામ્યના એ.આર.ગાંભવાની એસ્ટા હિસાબી મોરબી ગ્રામ્ય, મોરબી પ્રાંતના એન.એમ. વઢેરની જમન પ્રાંત હળવદ, મોરબી ગ્રામ્યના આર.બી. બાવરવાની એસ્ટા ટંકારા, વી.એચ.રાઠોડની મેં.જી. મોરબી ગ્રામ્ય, પ્રાંત હળવદના ડી.એલ. ડોડીયાની પુરવઠા મોરબી ગ્રામ્ય, જી.વી. પઢીયરની મેં.જી. અપીલ હળવદ, મોરબી શહેરના એસ.એસ. ઝાલાની જમન પ્રાંત મોરબી, કલેકટર કચેરીના વી.બી. કણઝારીયાની મધ્યાહન ભોજન મોરબી ગ્રામ્ય, મોરબી ગ્રામ્યના કે.આર.રૂપાપરાની ઇનવર્ડ કલેકટર કચેરી, માળિયાના કે.ડી. પીપળીયાની ઇ ધરા હળવદ, હળવદના બી.પી. પટેલની મધ્યાહન ભોજન યોજના માળિયા, માળિયાના એમ.કે.રાવલની પુરવઠા ટંકારા, ટંકારાના એચ.એમ.ડાંગરની ઇ ધરા વાંકાનેર, એચ.જે.સુદાણીની જમન વાંકાનેર, જમન પ્રાંત વાંકાનેરના બી.આર. ડોડીયાની ઇ ધરા ટંકારા, પુરવઠા ટંકારાના એમ.બી. રાઠોડની વાંકાનેર, વાંકાનેરના કે.આઈ.જાડેજાની જમન વાંકાનેર, મેં.જી. વાંકાનેર એમ.બી. રાઠોડની પ્રાંત મોરબી, ઇ ધરા વાંકાનેરના વી.જે. ચાવડાની મેં.જી. પ્રાંત વાંકાનેર, વાંકાનેરના યુ.આર.શંકરિયાની ઇ ધરા વાંકાનેર, મોરબી પ્રાંત એન.એ. ગઢવીની રેકર્ડ કીપર મોરબી ગ્રામ્ય,હળવદના એસ.બી. મકવાણાની માળિયા, હળવદ રેવન્યુના પી.ડી. ખોખાણીની જમન હળવદ, હળવદ પુરવઠાના એ.જે. કડની રેવન્યુ હળવદ, રજીસ્ટ્રી હળવદના આર.બી. પટેલની પુરવઠા હળવદ, ચૂંટણી શાખાના એસ.એચ. પાયકની મે.જી. હળવદ, મધ્યાહન ભોજન યોજના વાંકાનેરના એસ.બી. સોલંકીની રજીસ્ટ્રી વાંકાનેરમાં બદલી કરવામાં આવી છે.

- text