મોરબીમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરી માથું ફોડી નાખતો પતિ

- text


મોરબીના યુવા રાજકીય આગેવાન અને અન્ય બે સાથે આડા સંબંધ હોવાનો પરિણીતા ઉપર આરોપ લગાવી સાળાને પણ માર્યો

મોરબી : આદર્શ લગ્ન જીવનમાં શંકા કુશંકા પરિવારનો માળો વિખી નાખતા હોવાના અનેક બનાવો વચ્ચે ગઈકાલે મોરબીમા 13 વર્ષના લગ્નજીવનમાં એક પુત્રની પ્રાપ્તિ બાદ પતિએ ડિઝાઈનર પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરી રાજકીય આગેવાન તેમજ અન્ય બે લોકો સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કરી પત્નીને માથામાં હોકીનો ઘા મારી મારકુટ કરતા હોસ્પિટલના બિછાનેથી પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાછળ સાસરું ધરાવતા અને પતિ સાથે અણબનાવને કારણે હાલ છેલ્લા દોઢેક માસથી રવાપર રોડ ઉપર આલાપ પાર્કમાં પિતાના ઘેર પુત્ર વીઆન સાથે રહેતા શ્રદ્ધાબેન નિરવભાઈ રાજપરાએ પતિ નિરવભાઈ વલ્લભભાઈ રાજપરા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિએ માર માર્યા અંગે ફરિયાદ નોંધાવી છે.

- text

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે શ્રધ્ધાબેનના પતિ નિરવભાઈ પુત્ર વીઆનને ટયુશનમાંથી પોતાના ઘેર રમાડવા લઈ ગયા બાદ પુત્રને તેડવા ગયેલ શ્રધ્ધાબેન સાથે બોલાચાલી કરી નીરવભાઈ રાજપરાએ શ્રધ્ધાબેનને કહ્યું હતું કે તારે મોરબીના રાજકિય આગેવાન, સ્ટુડિયો સંચાલક અને જીમ ટ્રેનર સાથે આડા સંબંધ છે તેનો સ્વીકાર કરી લે, એમ કહી હોકી વડે માર મારતા શ્રધ્ધાબેનને માથામાં આઠથી દસ ટાંકા આવ્યા છે ઉપરાંત ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હોવાનું ઉપરાંત આ ઝઘડા સમયે વચ્ચે છોડાવવા પડેલા શ્રદ્ધબેનના ભાઈ ગૌરવને પણ નિરવે માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પતિ પત્ની વચ્ચેના આ ઝઘડામાં મોરબીના યુવા રાજકીય અગ્રણીનું નામ ઉછળતા ભારે ચકચાર જાગી છે ત્યારે હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શ્રધ્ધાબેનની ફરિયાદને આધારે તેમના પતિ નિરવભાઈ રાજપરા વિરુદ્ધ આઇપીસી કલમ 323, 324, 325, 506(2) તેમજ જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text