ધારાસભ્ય કાંતિલાલે મોરબી જેલની મુલાકાત લીધી : કેદીઓને સુધરવા માટે સંકલ્પ લેવડાવ્યા

- text


ધારાસભ્ય બન્યા બાદ સમાજ સુધારણા માટે કાંતિલાલ અમૃતિયાની અનોખી પહેલ

મોરબી : અલગ અંદાજથી કામ કરવા ટેવાયેલા મોરબીના નવનિયુક્ત નહિ પરંતુ પીઢ અને જૂના જોગી એવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આજે અચાનક મોરબી સબ જેલમાં સજા ભોગવતા કેદીઓને મળવા પહોંચી ગયા હતા અને કાંતિલાલ અમૃતિયાએ મહિલા તેમજ પુરુષ બંદીવાન સાથે સંવાદ કરતા કેદીઓએ બીજી વખત જેલમાં ન આવવું પડે તે રીતે જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.

મોરબી – માળીયા વિધાનસભા બેઠક ઉપર જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અનોખા અંદાજમાં કામ કરવા ટેવાયેલા છે ત્યારે ધારાસભ્ય તરીકેની નવી ઇનિંગ શરૂ કરતાની સાથે જ સમાજ સુધારણા માટે પ્રેરણાદાયી પહેલ કરી આજે અચાનક જ મોરબી સબજેલમાં પહોંચી જઈ બંદીવાન ભાઈઓ અને બહેનો સાથે મુલાકાત કરી હતી.

મોરબી સબ જેલમાં હાલમાં 325 જેટલા મહિલા અને પુરુષ કેદીઓ કોઈ ને કોઇ ગુન્હા હેઠળ સજા ભોગવી રહ્યા છે ત્યારે આ કેદી ભાઈઓ અને બહેનો પણ સમાજનું જ એક અંગ હોય અને ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરે અને અંદર રહ્યા બાદ જીવનમા સુધારો લાવે તે હેતુથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બંદીવાન ભાઈઓ અને બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો.

- text

આ તકે ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું હતું કે તેઓએ કેદીઓ સાથે સંવાદ કરતા મોટાભાગના બંદીવાન ભાઈઓ બહેનોએ બીજી વાર ગુન્હો નહિ આચરવા નેમ વ્યક્ત કરી સુધરવાની તક તેઓ ઝડપી લેશે તેવું જણાવ્યું હતું. ધારાસભ્યની જેલ મુલાકાતને અધિકારીગણે પણ આવકારી હતી આજે આ બાબતને સમાજમાં સુધારા માટે યોગ્ય ગણાવી હતી. નોંધનીય છે કે મોરબી સબ જેલમાં હાલમાં અંદાજે 325થી વધુ બંદીવાન ભાઈઓ બહેનો છે.


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text