આઇસીડીએસ ટંકારા દ્વારા સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઈ

- text


ટંકારા : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્વસ્થ બાળક સ્પર્ધાનું દરેક જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્ર અને તાલુકા કક્ષાએ ત્રિમાસિક ધોરણે આયોજન કરવાના નિર્દેશાનુસાર જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને માર્ચ મહિનાના બીજા મંગળવારે આ સ્પર્ધા યોજાય છે. જે અંતર્ગત ગઈકાલે મંગળવારે આઇસીડીએસ ઘટક ટંકારાના તમામ આંગણવાડી કેન્દ્ર પર સ્વસ્છ બાળક સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આઇસીડીએસ ઘટક ટંકારા દ્વારા આણંગવાડી કેન્દ્ર મિતાણા-311 ખાતે ઘટક કક્ષાની સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઈ હતી. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 6 માસથી 3 વર્ષ અને 3 વર્ષથી 5 વર્ષના તમામ બાળકોના વજન/ઉંચાઈ કરી વૃદ્ધિ વિકાસ માપદંડ ચકાસણી કરી વયજુથ મુજબ તંદુરસ્ત બાળકની ઓળખ કરવામાં આવી હતી. તમામ બાળકો પૈકી તંદુરસ્ત બાળકને પ્રથમ, બીજો, ત્રીજો નંબર આપી ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના મૂલ્યાંકન ટીમમાં આઇસીડીએસ ઘટક ટંકારાના CDPO સુધાબેન લશ્કરી, નેકનામ સેજા મુખ્ય સેવિકા, આરોગ્ય વિભાગ CHO સલમાબેન સમા, NNM BC સિદ્ધરાજસિંહ, આશા ફેસિલિટર તેમજ આંગણવાડી વર્કર/હેલ્પર ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text