વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઇસર હડફેટે લેતા માતાપિતાની નજર સામે બાળકીનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ત્રિપલ સવારી બાઇકને આઇસર ટ્રકે હડફેટે લેતા માતાપિતાની નજર સામે જ પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં માતા પિતાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલી શાલીમાર હોટલ પાસે આઇસર ટ્રક નંબર જીજે – 03 – બીવી – 5229ના ચાલકે ઇરફાનભાઈ ઉસમાનભાઈ બાદી, રહે.સમઢીયાળા તા.વાંકાનેરના બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા ઇરફાનભાઈના પત્ની મેમુનાબેન અને ઇરફાનભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની પુત્રી મેઅરાજ ઉ.5ને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યુ હતું.

- text

અકસ્માતના આ બનાવમા આઇસર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટતા ઇરફાનભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text