મોરબીના લાલપર નજીક છ કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ ઝડપાયા

- text


એસઓજી ટીમનું સફળ ઓપરેશન, ત્રણ બિહારી શખ્સને દબોચ્યા

મોરબી : મોરબી એસઓજી ટીમે વાંકાનેર – મોરબી હાઇવે ઉપર લાલપર નજીક એક એપાર્ટમેન્ટમા દરોડો પાડી ત્રણ બિહારી શખ્સને છ કિલોગ્રામથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજન મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે વાંકાનેર – મોરબી હાઇવે ઉપર લાલપર નજીક અજંતા એપાર્ટમેન્ટમા દરોડો પાડી અમીત શ્રીશીશુ તીવારી જાતે પંડીત ઉ.22, રહે. જાબુડીયા ધર્મસિધ્ધી સોસાયટી, કોમન પ્લોટની સામે સુમિત પાઠકની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે. બિહાર છપરા તા.અમનોર વોર્ડ નં-૭ મિશ્રા ટોલા એરીયા, વિનોદરાય મનોજરાય યાદવ, ઉ.20, રહે. લાલપર અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક નં-૧૦૧ તા.જી.મોરબી મુળ રહે. બિહાર છપરા તા.અમનોર વોર્ડ નં-૭ મિશ્રા ટોલા એરીયા અને વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રા, ઉ.22, રહે. લાલપર અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક નં-૧૦૧ તા.જી.મોરબી મુળ રહે. બિહાર છપરા તા.અમનોર વોર્ડ નં-૭ મિશ્રા ટોલા એરીયા નામના શખ્સોને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 6.121 ગ્રામ, કિંમત રૂપિયા 61,210, મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 15,500 સહિત કુલ મળી 76,710ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, એએસઆઇ રણજીતભાઇ બાવડા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચર, આસિફભાઇ રાઉમાં, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલિયા, અંકુરભાઈ ચાચુ તેમજ અશ્વિનભાઈ લોખીલ સહિતના સ્ટાફે કરી હતી.

- text