મોરબીમાં મોડેલ મતદાન મથકે મતદારોનું લાલ જાજમ બિછાવી થશે સ્વાગત

- text


વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં ત્રણ આદર્શ મતદાન મથકો ઉપર રેડ કાર્પેટ, મતદારોનું ફુલોથી સ્વાગત કરાશે

મોરબી : મોરબી જિલલની ત્રણેય બેઠકોની 1 ડિસેમ્બરે યોજનાર ચૂંટણી માટે ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ દિવ્યાંગ, મહિલાઓ ઉપરાંત યુવાઓ માટે અલાયદી મતદાનની સુવિધા ઉભી કરાય છે. જેમાં મોરબીમાં ત્રણ મોડેલ, પી ડબ્લ્યુ ડી એટલે દિવ્યાંગ કર્મચારીઓ અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો ફાળવાયા છે જેમાં મતદારોનું લાલ જાજમ બિછાવી સ્વાગત ઉપરાંત કેટલાક મોડેલ મતદાન મથકમાં મતદારોનું ફુલોથી સ્વાગત કરાશે

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર 3 મોડેલ એટલે આદર્શ મતદાન મથકોમાં એક મોરબી બેઠકમાં ટિબંડી પ્રાથમિક શાળા, ટંકારા બેઠક માટે જબલપુર પ્રાથમિક શાળા નંબર-1, વાંકાનેર બેઠક માટે દોશી કોલેજ રૂમ નંબર-7નો સમાવેશ થાય છે.આ ત્રણેય મતદાન મથકો ઉપર રેડ કાર્પેટ પાથરી અલાયદી સુવિધાઓ ઉભી કરી મતદારોનું ફુલોથી સ્વાગત કરાશે. તેમજ પી ડબ્લ્યુ ડી મતદાન મથક એટલે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા આ પી ડબ્લ્યુ ડી મતદાન મથકોનું સંચાલન કરવામાં આવશે. જેમાં મોરબીમાં રામકૃષ્ણનગર વિવેકાનંદ કન્યા પ્રાથમિક શાળા, ટંકારામાં મિતાણા-2 પ્રભુનગર પ્રાથમિક શાળા રૂમ નંબર-2, વાંકાનેરમાં વિડી ભોજપરા પ્રાથમિક શાળા એમ ત્રણ દિવ્યાંગ કર્મચારીઓ માટે ખાસ મતદાન મથકોની સુવિધા ઉભી કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લાના ત્રણેય બેઠક પર 1-1 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકોમાં રાખવામાં આવ્યા છે. જેમાં આ ઇકો ફ્રેન્ડલી મતદાન મથકમાં પ્રતિબધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ અને ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરી કુદરતી વાતાવરણ જ ઉભું કરાશે.જેમાં મોરબી બેઠક માટે માળીયામાં જસાપરની પ્રાથમિક શાળાની બિલ્ડીંગ-1, ટંકારા બેઠક માટે કલ્યાણપર પ્રાથમિક શાળા રૂમ નંબર-1, વાંકાનેર બેઠક માટે વાંકાનેર-32 નંબર રામકૃષ્ણનગર પ્રાથમિક શાળા રૂમ-1માં ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરાયા છે. જ્યારે મોરબી જિલ્લાના એક માત્ર યંગ મતદાન મથકમાં વાંકાનેરના રામકૃષ્ણનગર ગર્લ્સ સ્કૂલ રૂમ નંબર-1માં માત્ર યંગ કર્મચારીઓ જ ફરજ બજાવશે. જ્યારે જિલ્લામાં 21 સખી મતદાન મથકોમાં માત્ર મહિલાઓ જ ફરજ બજાવશે.

- text