હળવદ સ્વામિનારાણય મંદિરના દિવ્ય શાકોત્સવમાં હરિભક્તોનો પ્રકાશ વરમોરાને ભવ્ય આવકાર

- text


 

શાકોત્સવ મહોત્સવમાં સાધુ-સંતો-મહંતો સહિત 12000થી વધુ હરિભક્તોના વરમોરાને વિજયી ભવો:ના આશીર્વાદ

બંધારણ દિવસે આજે અનુસૂચિત જાતિ મોરચાની બેઠકમાં વરમોરાને ટેકો જાહેર કરાયો

મોરબી : ચૂંટણી પ્રચારનો પુરા થવાનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવીને મતદારો સુધી પહોંચવા રાત-દિવસ એક કરી રહી છે. જો કે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને સામે ચાલીને લોકોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને તેમને જીતાવવાના પ્રણ મતદારો લઈ રહ્યા છે. ત્યારે આજે શનિવારે હળવદ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ભવ્ય-દિવ્ય શાકોત્સવમાં ઉમટેલા આશરે 12,000 જેટલા હરિભક્તોએ વરમોરાની જીતનો જયઘોષ કર્યો હતો.

પ્રકાશભાઈએ ઉક્ત શાકોત્સવમાં શાક મહા-પ્રસાદની તૈયારીમાં પોતાનો હાથ અજમાવી સેવા યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી મહારાજ વજેન્દ્રપ્રસાદજી મહારાજ સહિતના સંતોએ વરમોરાને વિજયી ભવ:ના આશીર્વચન પાઠવ્યા હતા.

જ્યારે આજે ધ્રાંગધ્રા મધ્યસ્થ કાર્યાલય ખાતે આઈ. કે. જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય મનુભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પ્રકાશભાઇ વરમોરાના અધ્યક્ષ સાથે બંધારણ દિવસ નિમિતે અનુસૂચિત મોરચાનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં પ્રભારીઓ, 64 ધ્રાંગધ્રા વિધાનસભા ઇન્ચાર્જઓ, જિલ્લાના હોદેદારો, ધ્રાંગધ્રા ગ્રામ્ય અનુ.મોરચાના હોદેદારો, શહેર સંગઠન હોદ્દેદારોઓ, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ અને સંયોજકો, બૂથ ઈંચાર્જો, પેજ સમિતિના પ્રમુખો, પૂર્વ હોદેદારો,તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ -બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text