કોંગી ઉમેદવાર જયંતિભાઈનો શાકમાર્કેટ સહિતના સ્થળોએ લોકસંપર્ક, વેપારીઓનું બહોળું સમર્થન

- text


 

વાવડી રોડ પર જયંતિભાઈના સમર્થનમાં ઓલ ઇન્ડિયા માઈનોરિટીના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીએ જાહેર સભા ગજવી : પુલ દુર્ઘટના મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

મોરબી : મોરબી માળીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલ સતત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પરિવર્તન પદયાત્રા થકી જબરદસ્ત પ્રચાર કરીને ભારે જન સમર્થન મેળવી રહ્યા છે. દરમિયાન આજે શહેરના શાક માર્કેટ અને બજાર વિસ્તારમાં ફરી વેપારીઓ સહિતના લોકોને મળીને જનમત મેળવ્યો હતો. જ્યારે ગઈકાલે વાવડી રોડ પર જયંતિભાઈના સમર્થનમાં ઓલ ઇન્ડિયા માઈનોરિટીના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીએ જાહેર સભા ગજવી પુલ દુર્ઘટના મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલની પરિવર્તન પદયાત્રાને ઠેરઠેર જન સમર્થન મેળવ્યા બાદ તેઓ શહેર અને ગામડામાં પગપાળા પ્રવાસ કરીને લોકોમાં કોંગ્રેસ તરફથી જુવાળ ઉભો કરી રહ્યા છે. આજે તેઓ મોરબી શહેરના નહેરુ ગેઇટ ચોક, શાક માર્કેટ, વાઘપરા તેમજ આજુબાજુના વિસ્તારમાં, વાઘપરા મેઈન રોડ પરના દુકાનદારો તેમજ પરા બજાર સહિતના મુખ્ય બજાર વિસ્તારમાં તેમજ મુખ્યમાર્ગો પર પગપાળા ચાલીને દરેક વેપારી તેમજ લોકોને મળીને પ્રચાર કર્યો હતો અને વેપારીઓ સહિતના મોટી સંખ્યામાં લોકોને મળીને સમર્થન મેળવ્યું હતું.

દરમિયાન ગઈકાલે રાત્રે જયંતિભાઈના સમર્થનમાં ઓલ ઇન્ડિયા માઈનોરિટીના ચેરમેન ઇમરાન પ્રતાપગઢી અને ગુજરાત માઈનોરિટીના ચેરમેન પઠાણ સહિતનાએ જાહેર સભા ગજવી હતી અને ઓલ ઇન્ડિયા માઈનોરિટીના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીએ ઝૂલતાપુલની દુર્ઘટના મામલે ઊંડો આઘાત વ્યક્ત કરી જવાબદારો સામે કાર્યવાહી ન કરનાર ભાજપ સરકારને આડે હાથ લઈ ભાજપ સરકાર પર પ્રહાર કરી ગુજરાત મોડેલ સામે સવાલ ઉઠાવી 135નો ભોગ લેનાર દુર્ઘટના મામલે સીએમના રાજીનામાંની માંગ કરી હતી.

- text

- text