ટંકારાના ખેડૂતની પ્રામાણિકતા : ગોંડલના વેપારીએ ભૂલથી બેંકમાં નાખેલું 2.43 લાખનું પેમેન્ટ પરત કર્યું

- text


 

એકના બદલે બીજા રમેશભાઈના ખાતામાં પૈસા જમા થઈ ગયા

ટંકારા : ટંકારાના બે સરખા નામ ધરાવતા ખેડૂતોએ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચાણ કર્યા બાદ વેપારીએ રૂપિયા 2.43 લાખ ભૂલથી અન્ય ખેડૂતના ખાતામાં જમા કરાવી દેતા ટંકારાના ખેડૂતે પ્રામાણિકતા દાખવી માતબર રકમ પરત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આર.કે.કોર્પોરેશન નામની પેઢીમાં મગફળી વેંચતા રૂપિયા 1.18 લાખ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામા જમા કરાવી દીધા હતા.

- text

જો કે, બાદમાં ટંકારાના ઉમિયાનગરના ખેડૂત રમેશભાઈ અંબારામભાઈ ઘેટિયાએ પણ ગોંડલ યાર્ડમાં આર.કે.કોર્પોરેશનમાં જ પોતાની મગફળી વેચી હોય રૂપિયા 2.43 લાખનું પેમેન્ટ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામાં જમા કરાવી દીધું હતું. બાદમાં આ અંગેની જાણ થતાં ટંકારાના રમેશભાઈએ પેઢીના વેપારી કેતનભાઈ રાજવીર ને તાત્કાલિક બેંકનો ચેક આપી રકમ પરત કરી પ્રામાણિકતા દાખવતા વેપારીએ ખેડૂતનો આભાર માન્યો હતો.

- text