ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરા કાલે મંગળવારે હળવદ તાલુકાના પ્રવાસે

- text


13 ગામોમાં પ્રચાર કરશે, આગેવાનો સાથે બેઠક સહિતના કાર્યક્રમ

મોરબી : હળવદ- ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા આવતીકાલે મંગળવારે હળવદ તાલુકાનો પ્રવાસ ખેડવાનાં છે. જેમાં તેઓ 13 ગામોમાં પ્રચારની સાથોસાથ આગેવાનો સાથે બેઠક પણ યોજવાના છે.

તેઓના પ્રવાસની વિગતો જોઈએ તો સવારે 9:45 કલાકે કવાડિયા, 10:15 કલાકે ચંદ્રગઢ, 10:45 કલાકે બુટવડા, 11:15 કલાકે જુના વેગડવાવ, 12 કલાકે નવા વેગડવાવ, 12:30 કલાકે જુના ઇસનપુર, 1:15 કલાકે નવા ઇસનપુર, 2:45 કલાકે નવા માલણીયાદ, 3:30 કલાકે જુના માલણીયાદ, 4 કલાકે મંગલપુર, 4:45 કલાકે ઘણાદ, 5:30 કલાકે રણમલપુર જશે.

આ સાથે સાંજે 7:30 કલાકે વ્રજપરના પાટીયે પૂ. કનિરામબાપુના અધ્યક્ષ સ્થાને ગૌ શાળામાં રબારી સમાજના આગેવાનો સાથે તેમજ રાત્રે 9 કલાકે હળવદ રબારી સમાજની સંસ્થા ખાતે બેઠલ યોજશે.

- text

- text