વિધાનસભા ચૂંટણીમાં એસી ચાલશે કે કૂકરની સીટી વાગશે કે પછી સીસીટીવી કેમેરો ?

- text


મોરબી અને વાંકાનેર બેઠક ઉપર ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારોને ચૂંટણી પ્રતીકો ફાળવાયા

મોરબી : આગામી તા.1 ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અપક્ષ ઉમેદવારોને ચૂંટણી અધિકારી દ્વારા અલગ – અલગ મુક્ત ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત કોઈને એસી, કોઈને બેટ્સમેન, કોઈને કુકર તો કોઈને વળી ફ્રોકનું પ્રતીક ફાળવવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં રાજકીય પક્ષ અને અપક્ષ મળી કુલ 35 ઉમેદવાર મેદાનમાં છે જેમાં મોરબી બેઠક ઉપર (1) કાંતિલાલ અમૃતિયા – ભાજપને કમળ (2) જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસને હાથ (3) પંકજભાઈ રાણસરીયા – આમ આદમી પાર્ટીને ઝાડુ (4) કાસમભાઈ સુમરા – બહુજન સમાજ પાર્ટીને હાથી (5) અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયા – અપક્ષને ઓટો રીક્ષા (6) નિરુપાબેન નટવરલાલ માધુ – અપક્ષને ખાટલો (7) મહેશભાઈ ધનજીભાઈ જાદવ – અપક્ષને ટેલિવિઝન (8) ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા – અપક્ષને ડોલ (9) બળવંતભાઈ નથુભાઈ શેખવા – અપક્ષને એરકંડિશનર (10) હસન અલુભાઈ મોવર – અપક્ષને જહાજ (11) સિરાજ અમીરઅલી પોપટિયા – અપક્ષને ટેલિફોન (12) અકબરભાઈ હુસેનભાઇ જેડા – અપક્ષને હોકી અને દડો (13) આરીફ મહંમદહુસેન ખોરમ – અપક્ષ ગેસનો બાટલો (14) દાઉદશા રહેમાનશા શાહમદાર – અપક્ષને નારિયળનું ખેતર (15) વિવેક જયંતીલાલ મીરાણી – અપક્ષને બેટ્સમેન (16) ગુલામહુશેન હનીફભાઇ મોવર – અપક્ષને કેક અને (17) ઇકબાલભાઇ હુસેનભાઇ કટિયા – અપક્ષને લેપટોપ પ્રતીક ફાળવવામાં આવ્યું છે.

- text

વાંકાનેર-કુવાડવા બેઠક ઉપર ચૂંટણી લડતા (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપને કમળ (2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસને હાથ (3) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટીને ઝાડુ (4) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટીને હાથી (5) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીને વાંસળી (6) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષને સ્ટુલ (7) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ એરકંડિશનર (8) નરેન્દ્રભાઈ દેંગાડા – અપક્ષને પ્રેસર કુકર (9) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષને હીરો (10) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષને ફ્રોક (11) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષને બેટ્સમેન (12) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષને કેમેરો અને (13) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષને સીસીટીવી કેમેરાનું ચિન્હ ફાળવવામાં આવ્યું છે.

જો કે ટંકારા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના પાંચ ઉમેદવારો મેદાનમાં હોય ટંકારા પડધરી બેઠકના ઉમેદવાર (1) દુર્લભજીભાઈ દેથરીયા – ભાજપને કમળ (2) લલિતભાઈ કગથરા – કોંગ્રેસને હાથ (3) સંજયભાઈ ભટાસણા – આમ આદમી પાર્ટીને ઝાડુ (4) મુસાભાઇ ચાનાણી – (બહુજન સમાજ પાર્ટી)ને હાથી અને (5) શૈલેષ પરમાર (વ્યવસ્થા પરિવર્તન પાર્ટી )ને રોડ રોલર પ્રતીક ફાળવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અહીં એકપણ અપક્ષ ઉમેદવાર મેદાને નથી.

- text