હળવદ ધ્રાંગધ્રાના ભાજપના ઉમેદવાર પાસે 30 કરોડની સંપત્તિ

- text


હળવદ : હળવદ ધ્રાંગધ્રા બેઠકના ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહીત કુલ મળી 25 ઉમેદવારીપત્રો ભરાયા છે જેમાં સૌથી વધુ ધનિક ભાજપના ઉદ્યોગપતિ ઉમેદવાર પ્રકાશભાઈ પરસોતમભાઇ વરમોરા છે, અનેક સ્થળોએ ખેતી બિનખેતીની જમીન ધરાવતા અને જુદા-જુદા વ્યવસાય સાથે જોડાયેલા પ્રકાશભાઈએ ઉમેદવારીપત્રમાં રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે 30 કરોડથી વધુની સંપત્તિ છે.

પ્રકાશભાઈએ ધોરણ 11 સુધી અભ્યાસ કરેલો છે, જો કે, તેમના ઉપર એક પણ કેસ નોંધાયેલ નથી, પ્રકાશભાઈ પાસે હ્યુન્ડાઇ ક્રેટા કાર છે અને સોનાની લકી, ચેન અને વીંટી સહિત પોતા પાસે 250 ગ્રામ અને પત્ની પુત્ર પાસે મળી 844 ગ્રામ સોનુ ધરાવે છે.

હળવદ – ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ પરસોતમભાઇ વરમોરાએ સોગંદનામા મુજબ રજૂ કરેલ આવક, લોન, સ્થાવર અને જંગમ મિલકતનું સરવૈયું નીચે મુજબ છે.

- text

હળવદ – ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ પરસોતમભાઇ વરમોરા (ભાજપ) – 2022

અભ્યાસ : 11-પાસ
ધંધો : પગાર અને ખેતી
સ્થાવર મિલ્કત : 9,72,75,000 – પત્ની – 8,63,75000, પુત્ર – નીલ, હિન્દુ અવિભક્ત કુટુંબ – નીલ
જંગમ મિલ્કત :પોતે-7,23,86,523 – પત્ની -3,96,20,970, પુત્ર -1,32,71,385, હિન્દુ અવિભક્ત કુટુંબ -46,29,238
હાથ ઉપર રોકડ : 2,80,512 – પત્ની 28,003, પુત્ર – 4,45,000, હિન્દુ અવિભક્ત કુટુંબ -71,262
આવકવેરો : 30,08,230 પત્ની – 15,48,470, પુત્ર – 4,99,560, હિન્દુ અવિભક્ત કુટુંબ -2,20,140
લોન : પોતે -5,36,97,849, પત્ની – 2,53,87,693, પુત્ર – નીલ
કાર : હ્યુન્ડાઇ ક્રેટા 15.68 લાખ, પત્ની – નીલ,પુત્ર-નીલ
સોનુ : પોતે- 250 ગ્રામ, પત્ની – 470 ગ્રામ, પુત્ર- 124 ગ્રામ
ગુન્હા : નથી

- text