દેવ સોલ્ટ દ્વારા જુના – નવા દેવગઢ શાળાને કોમ્પ્યૂટર – પ્રિન્ટરની ભેટ

- text


માળીયા (મી.): સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર એવી દેવ સોલ્ટ પ્રા.લી. કંપીન દ્વારા વિશ્વ બાળ દિવસની ઉજવણી નિમિત્તે તાલુકાના છેવાડાના ગામ જુના અને નવા દેવગઢની પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ભેટ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટરનું જ્ઞાન વધે અને શિક્ષણ વધે તે હેતુથી દેવ સોલ્ટ પ્રા.લી.ના અધિકારી વિવેક ધ્રુણા, વિમલ કામદાર અને ચેતન પરમારે શાળા ખાતે ઉપસ્થિત રહીને કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ભેટ આપી હતી. આ ભેટ બદલ શાળાના આચાર્ય અને ગામના સરપંચ દ્વારા દેવ સોલ્ટ પ્રા.લી.નો આભાર વ્યક્ત કરાયો હતો અને વિદ્યારથીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

- text

- text