મોરબી-માળીયા બેઠક પર આમ આદમી પાર્ટીનો મક્કમ ગતિએ અસરકારક પ્રચાર

- text


શું આપના પંકજ રાણસરિયા ભાજપના કાંતિલાલ અને કોંગ્રેસના જયંતીભાઈ પર ભારે પડશે ?

મોરબીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો અને ઉમેદવારોનો પ્રચાર પુર ઝડપે વધી રહ્યા છે. ત્યારે પ્રથમ વખત ગુજરાતમાં પુરી તાકાત સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુકત શાસન આપવા ચૂંટણી લડી રહેલ આમ આદમી પાર્ટીના શિક્ષિત ઉમેદવારો મતદારોને આકર્ષિત કરી રહ્યા છે. મોરબી-માળીયા વિધાનસભાના આપના ઉમેદવાર પંકજ રાણસરીયા મક્કમ ગતિ પ્રચાર કરી રહ્યા છે.

65-મોરબી માળિયા વિધાનસભાના આમ આદમી પાર્ટીના યુવાન અને શિક્ષિત ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાના ગામડા પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડે છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે વર્ષોથી ચૂંટણી લડતા ભાજપના કાંતિભાઈ અમૃતિયા અને કોંગ્રેસના જયંતીભાઈ પટેલ માટે આમ આદમી પાર્ટીના શિક્ષિત યુવા નેતા પંકજભાઈ રાણસરિયા ભારે પડી રહ્યા છે.

- text

- text