હળવદ-ધ્રાંગધ્રા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ખેતી સાથે કરે છે પ્રાઇવેટ નોકરી

- text


અડધા કરોડ જેટલી સંપત્તિ ધરાવતા છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ધોરણ-9 પાસ, છ ગુન્હાઓ નોંધાયેલ

હળવદ : હળવદ-ધ્રાંગધ્રા બેઠક ઉપર આ વખતે બરાબરનો ચૂંટણી જંગ જમનાર છે અહીં ભાજપે પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા ઠાકોર સમાજના અગ્રણી અને પપ્પુભાઈના હુલામણા નામે ઓળખાતા છત્રસિંહ ગુંજારીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, આ બેઠક ઉપર ઠાકોર સમાજના મતોનું વર્ચસ્વ જોતા ઉદ્યોગપતિ સામે સમાજસેવકનો જંગ બરાબરનો જામશે. કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયાએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે કુલ મળી અડધો કરોડ જેટલી સંપત્તિ છે, છત્રસિંહ પાસે ટોયોટો ઇનોવા કાર અને તેમના પત્નીના નામે આઇસર ટ્રેકટર છે જયારે છત્રસિંહ પાસે બે તોલા, તેમના પત્ની પાસે એક ટોળું સોનુ અને બે પુત્રીઓ પાસે 200-200 ગ્રામ ચાંદી હોવાનું જાહેર કર્યું છે. ઉપરાંત નવ ધોરણ પાસ છત્રસિંહ ઉપર હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને કવાંટ ખાતે છ ગુન્હા નોંધાયા હોવાનું તેમને જાહેર કર્યું છે.

છત્રસિંહ શંકરભાઇ ગુંજારીયા દ્વારા સોગંદનામામાં જાહેર કરાયેલ વિગતો નીચે મુજબ છે.

- text

64- હળવદ – ધ્રાંગધ્રા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ શંકરભાઇ ગુંજારીયા – 2022

અભ્યાસ : 9-પાસ
ધંધો : પ્રાઇવેટ નોકરી અને ખેતી
સ્થાવર મિલ્કત : 4,40,000 – પત્ની – 23,44,624 પુત્ર – નીલ,
જંગમ મિલ્કત :પોતે-19,17,327 – પત્ની -6,45,311, પુત્રી – 17,525, પુત્રી – 9,185, પુત્ર- 4,516
હાથ ઉપર રોકડ : 50,000 – પત્ની- 30,000, પુત્ર – નીલ
આવકવેરો : 4,71,210 પત્ની – નીલ, પુત્ર – નીલ
લોન : પોતે -44,29,198, પત્ની – 2,36,400 પુત્ર – નીલ
કાર : ટોયોટો ઇનોવા 15.લાખ, પત્ની – આઇસર ટ્રેકટર -4,50,000
સોનુ : પોતે- 2 તોલા, પત્ની – 1 તોલું, પુત્રી – 200 ગ્રામ ચાંદી, પુત્રી – 200 ગ્રામ ચાંદી, પુત્ર-નીલ
ગુન્હા : હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને કવાંટ ખાતે છ ગુન્હા

- text