મોરબીમાં ઠંડીનો ચમકારો, ગરમ વસ્ત્ર બજારમાં સળવળાટ

- text


મોરબી : મોરબીમાં હવે દિવાળી બાદ ઠંડી ચમકારો દેખાઈ છે. દિવાળી બાદ મોટાભાગે ધીરેધીરે ઠંડી વધી જતી હોય છે. પણ આ વખતે દિવાળી બાદ ખાસ્સો સમય સુધી ઉનાળા જેવું વાતાવરણ રહેતા ભારે ગરમી વચ્ચે પંખાની સાથે એસી પણ ચાલુ રહ્યા હતા. પણ હમણાં ત્રણ દિવસથી એકદમ વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું છે.

મોરબીમાં વહેલી સવારે તો ગરમ સ્વેટર પહેરવા પડે એવી ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. જો કે બપોરે થોડી ગરમી હોવાથી મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનજન્મ બીમારીઓ પણ ફેલાય છે. એકંદરે શિયાળા દાબતા પગલે પગરવ અને ઠંડીના પ્રભાવથી જનજીવન પ્રભાવિત થયું છે અને ગરમ વસ્ત્ર બજારમાં ગરમાવો આવી ગયો છે.ગરમ સ્વેટર, મફલર, જેકેટ, હાથ-પગના ગરમ મોજા સહિતની લોકો ખરીદી કરી રહ્યા છે. સાથેસાથે ઋતુ અનુસાર ફળો, શિયાળુ પાક જેવા કે અડદિયા, ગુંદર પાક, કરચર્યું, તલ-મમરાના લાડુ અને જાતભાતની ચીકીઓની પણ ડિમાન્ડ વધી છે. શિયાળા વ્યાયામનું મહત્વ હોવાથી ઘણા લોકો વહેલા ઉઠી જોગીંગ સહિતની કરસ્ત કરીને શરીરને મજબૂત બનાવી રહ્યા છે.

- text

- text