વાંકાનેર બેઠક પર જીતુ સોમાણીનું નામ ફાઇનલ, ફોન આવી ગયો

- text


વાંકાનેર : ભાજપ દ્વારા હજુ સત્તાવાર રીતે તેમના ઉમેદવારોની યાદી જાહેર નથી કરી પરંતુ મોરબી જિલ્લામાં સંભવિત દાવેદારોને રાત્રે જ સંગથનમાંથી ફોન આવી ગયાનું અને તમારી પસંદગી થયાની જાણ કરી ફોર્મ ભરવાની તૈયારી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં હળવદ બેઠક પર ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરા, મોરબીમાં કાંતિલાલ અમૃતિયા, ટંકારાના દુર્લભજી દેથરિયા અને વાંકાનેર બેઠક માટે જીતુ સોમાણીનો સમાવેશ થાય છે. આમ વાંકાનેર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જીતુ સોમાણીની પસંદગી કરવામાં આવી છે. ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત હવે કરવામાં આવશે.

- text

- text