વાંકાનેરમાં છોકરાઓને શેરીમાં રમવા બાબતે પાડોશીઓ બાખડી પડ્યા : સામસામી ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરના લુણસરીયા ગામે શેરીમાં છોકરાઓને રમવા બાબતે પાડોશીઓ બાખડી પડ્યા હતા અને બન્ને પડોશી પરિવારોના સભ્યો આમને સામને આવી જતા બઘડાટી બોલી ગઈ હતી. બાદમાં બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નવઘણભાઈ તેજાભાઈ ટોટા (ઉ.વ.૩૫ ધંધો-રી.ડ્રા. રહે-લુણસરીયા તા.વાંકાનેર)એ આરોપીઓ રૈયાભાઈ ભીમાભાઈ ટોટા, મુનાભાઈ રૈયાભાઈ ટોટા, નારૂભાઈ રૈયાભાઈ ટોટા (રહે-ત્રણેય-લુણસરીયા તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.તા.૮ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામા ફરીયાદીનો દિકરો ધારા ઉ.વ.૧૦ આરોપીની શેરીમા રમવા ગયેલ ત્યારે આરોપીએ ફરીયાદીના દિકરાને શેરીમા રમવા ન આવવા કહેલ તે બાબતે આ ફરીયાદીએ આરોપીઓને છોકરાને શેરીમા રમવા ન આવવા કેમ બોલાચાલી કરેલ તેમ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી અને ફરીયાદીને લાકડીવતી માથાના ભાગે ઇજા પહોંચાડી તથા ફરીયાદીના પત્ની સાહેદ ધકુબેનને વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથા ફરીયાદીને નાકના ભાગે ઢીકાનો મુંઢ માર મારી ફરી.ને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

- text

સામાપક્ષે રૈયાભાઇ ભીમાભાઇ ટોટા (ઉ.વ.૬૫ ધંધો. નિવ્રુત રહે.લુણસરીયા તા.વાંકાનેર)એ આરોપીઓ નવઘણભાઈ તેજાભાઈ ટોટા તથા ધકુબેન નવઘણભાઈ ટોટા (રહે-બંને-લુણસરીયા તા.વાંકાનેર) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીનો દિકરો ધારા ઉ.વ.૧૦ ફરીયાદીની શેરીમા રમવા ગયેલ ત્યારે ફરીયાદીએ છોકરાને શેરીમા રમવા ન આવવા કહેલ તે બાબતનો ખાર રાખી આ કામના આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી લાકડી વતી ફરીયાદીને જમણા ખંભાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથા ફરીયાદીને લોખંડના પાઈપ વતી જમણા ખંભા ના હાંસડીના ભાગે મુંઢ ઇજા પહોંચાડી ફરી.ને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

- text