ઝૂલતાપૂલ દુર્ઘટનામાં 41 કલાક પછી પણ લાપત્તા વ્યક્તિઓને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ

- text


બોટ દ્વારા હજુ નદીમાં શોધખોળ જારી, રેસ્ક્યુ માટે નદીમાં છવાયેલી ગાંડી વેલ નડતરરૂપ બની, ગતરાત્રિથી સ્પે મશીન મૂકી વેલ દૂર કરવાની કામગીરી ચાલુ, પીએમ આ ઘટનાસ્થળે મુલાકાત લેવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ અહીંયા સઘન બનાવાય

મોરબી : મોરબીની કાળજું કંપાવી દેનારી ઝૂલતાપૂલની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સતાવાર રીતે 134નો મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાના 41 કલાક પછી પણ લાપત્તા વ્યક્તિઓને શોધવા હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. 28 બોટ દ્વારા હજુ નદીમાં શોધખોળ જારી રાખવામાં આવ્યું છે.

મોરબીમાં રવીવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ઝૂલતાપૂલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના બાદ સ્થાનિક લોકો, વહીવટી તંત્ર, ફાયર બ્રિગ્રેડ પોલીસ તંત્રએ તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીધું હતું. અનેક લોકો નદીમાં ડૂબ્યા હોવાથી મોટાપાયે રેસ્ક્યુની જરૂર પડતા આ દુર્ઘટનાની રાત્રિથી બે એનડીઆરએફની ટિમો, એસડીઆરએફની બે ટિમો આર્મીની છ પ્લાટૂંન, નેવીની 18 બોટ સાથેની ટીમ, એસઆરપીએફ, ફાયર સ્ટાફ સહિતના દ્વારા બાદ પણ મચ્છુ નદીમાં રેક્સ્યુ ઓપરેશન પુરજોશમા ચાલુ કરી દેવાયો હતું અને ગઈકાલે સુધીમાં 134ના મોત થયા હોવાનું જાહેર કરાયું હતું. ગઈકાલે સાંજે જ જિલ્લા કલેકટરે સ્પષ્ટતા કરી હતી કે હજુ ઉપરોક્ત તમામ ટિમો દ્વારા મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને બે વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળતા એકને ટ્રેસિંગ કર્યા બાદ બીજાની શોધખોળ ચાલુ છે.

દરમિયાન ઝૂલતાપૂલ તૂટવાની ઘટનાના આજે 41 કલાક બાદ પણ હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જો કે નદીમાં ગાડી વેલ હોવાથી હજુ પણ કેટલાક ફસાયા હોવાની આશકા વચ્ચે નદીમાં શોધખોળ ચાલુ રહી છે. ઝૂલતાપૂલ તૂટી પડ્યા બાદ નદીમાં ગરકાવ થયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરીમાં નદીમાં ફેલાયેલી લીલી વેલ બહુ જ નડતરરૂપ બની હતી. જો સ્થાનિક તત્રએ વહેલા આ વેલ દૂર કરી દીધી હોત તો રાહત અને બચાવ કાર્ય બહુ જ ઝડપી થઈ શક્યું હોત. નદીમાંથી વેલને દૂર કરવા ગઈકાલે સ્પે મશીન મુકવામાં આવ્યું હતું અને ઘટનાસ્થળ આસપાસ વેલ દૂર કરી દેવામાં આવી હતી. દરમિયાન આજે પીએમ મોદી અહીં ઘટનાસ્થળે મુલાકાત લેવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવીને હજુ રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ઘટનાસ્થળે લોકો ઉમટી પડ્યા હોય તેને પોલીસે દૂર કરીને ઘટનાસ્થળને કોર્ડન કરી લીધો છે.

- text

- text