મને કેમ ગોતતો હતો કહી યુવાનને છરીના ઘા ઝીકાયા

- text


માળીયા તાલુકાના ચીખલી ગામનો બનાવ

મોરબી : માળીયા તાલુકાના ચીખલી ગામે મચ્છી લેવા ગયેલા યુવાનને મને કેમ ગોતતો હતો કહી છરીના ઘા ઝીકી દેવાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના સુલતાનપુર ગામે રહેતો ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધરમ લાભુભાઈ સનુરા નામનો યુવાન ચીખલી ગામે મચ્છી લેવા માટે ગયો હતો ત્યારે આરોપી આરીફ ઉર્ફે આરો રહે.ચીખલી વાળાએ ધરમને રોકી મને કેમ તું ગોતતો હતો કહી છરીનો ઘા ઝીકી દેતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ધર્મેન્દ્રભાઈએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text