ઝૂલતા પૂલ દુર્ઘટના : મચ્છુ નદીમાંથી 68 મૃતદેહ મળ્યા, સિવિલ હોસ્પિટલ ટૂંકી પડી

- text


સરકારી અને ખાનગી હોસ્પિટલો બહાર લોકોની ભારે ભીડ : સ્વજનને શોધવા લોકોની દોડધામ

મોરબી : મોરબોમાં સર્જાયેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 68 જેટલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે આટલા મૃતદેહ રાખવામાં સિવિલ હોસ્પિટલનો પન્નો ટૂંકો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીમાં આજે ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મચ્છુ નદીમાંથી 68 લોકોના મૃતદેહ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલમાં મૃતદેહ આવી રહ્યા હોય જગ્યા અને સ્ટાફ બાબતે સરકારી હોસ્પિટલનો પન્નો ટૂંકો પડ્યો છે.

- text

વધુમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોની બહાર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે. પોતાના સ્વજન અંગેની માહિતી મેળવવા લોકો ભારે દોડધામ કરી રહ્યા હોય ખૂબ વરવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે.

- text