ટંકારા નજીક એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી ગયો 

- text


કારની સાઈડ કાપવા જતા લોખંડના સળિયા ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો : ડ્રાઇવર ઈજાગ્રસ્ત 

ટંકારા : આજે બપોરના સમયે ટંકારાની છાપરી ચોકડી નજીક રસ્તાની સાઈડમાં પાર્ક થયેલા ટ્રક પાછળ લોખંડના સળિયા ભરેલો ટ્રક ઘુસી જતા આ અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ- મોરબી હાઇવે ઉપર ટંકારા છાપરી ચોકડીથી આગળ મુરલીધર હોટેલ પાસે એક ટ્રક રોડની સાઈડમાં પાર્ક કરેલો પડ્યો હોય જેની પાછળ સળિયા ભરેલો ટ્રક ઘુસી જતા ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી. વધુમાં લોખંડ ભરેલ ટ્રકનો ચાલક કારની સાઈડ કાપવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text