ધાંગધ્રા-હળવદ બેઠક ઉપર ચૂંટણી લડવા કોંગ્રેસમાં ૧૨ મુરતિયા તૈયાર

- text


સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

હળવદ : વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચે બેઠકો માટે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે આ પ્રક્રિયા દરમિયાન 64-ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠક માટે કુલ 12 મુરતિયાઓ મેદાને આવ્યા છે જેથી હાલ તો આ તમામ ચૂંટણી લડવા દાવેદારોએ પોતાના બાયોડેટા સાથે તૈયારી કરી હાઈ કમાન્ડ સમક્ષ પોતાની માંગી મૂકી છે.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મહામંત્રી અને સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી રામકિશન ઓઝા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડની સહિત પ્રદેશ કોંગ્રેસના અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય બેઠકો માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં 64- ધાંગધ્રા-હળવદ બેઠક પર બાર દાવેદારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે.

- text

૬૪-ધ્રાંગધ્રા-હળવદ બેઠક પર દાવેદારી કરનારના નામ

(૧)હેંમાગભાઈ રાવલ-હળવદ

(૨)ધર્મેન્દ્રભાઈ એરવાડીયા-હળવદ

(૩)ભીખાભાઇ સંઘાણી-હળવદ

(૪)ધીરૂભાઈ દલવાડી-હળવદ

(૫)જટુભા ઝાલા-હળવદ

(૬)ઘનશ્યામભાઈ બાબરીયા-હળવદ

(૭)જીલુભાઈ રાજપુત-હળવદ

(૮)શીવમભાઈ પંચોલી-હળવદ

(૯)ધીરૂભાઇ પટેલ-ધ્રાંગધ્રા

(૧૦)ગોરધનભાઈ કુવરિયા-મીળીયા.મી

(૧૧)નટુજી ઠાકોર-પાટડી

(૧૨) અન્ય એક સહિત એક ડઝન મુરતિયાઓએ દાવેદારી કરી છે

- text