કલામહાકુંભમાં વિવિધ સ્પર્ધામાં વાંકાનેરની SMP હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

- text


વાંકાનેર : મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધામાં વાંકાનેરની એસ.એમ.પી.હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ પ્રથમ નંબરે આવતા શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નાલંદા વિદ્યાલય મોરબી યોજાયેલ ક્લામહાકુંભમાં અલગ અલગ સ્પર્ધામાં 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં સાહિત્ય વિભાગની નિબંધ સ્પર્ધામાં ધોરણ 9ની વિદ્યાર્થિની વકાલીયા ઇરમબાનુ નિઝામુદ્દીન – ખીજડીયાએ તમામ સ્પર્ધકોમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.સર્જનાત્મક પ્રવૃતિમાં ચાવડા અંકિતા ચંદ્રકાંત સિંધાવદરએ પ્રથમ નંબર મેળવ્યો હતો.તેમજ એકપાત્રિય અભીનયમાં પરાસરા મુફરીન હુશેન ખીજડીયાએ ત્રીજો નંબર મેળવીને એસ.એમ.પી. હાઈસ્કૂલ તેમજ સમગ્ર વાંકાનેરનું નામ રોશન કર્યું છે.

આ સફળતા બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ નાકીયાભાઇ,શાળાના આચાર્ય બાદીભાઈએ અને સમગ્ર સ્ટાફ ગણે પણ અભિનંદન આપ્યા હતા. આવનારા દિવસોમાં પ્રદેશ કક્ષાના કલામહાકુંભમા સાહિત્ય વિભાગમા ઇરમબાનું વાકાલીયા અને સર્જનાત્મક પ્રવુતિમાં ચાવડા અંકિતા મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text