ટંકારા અને માળિયા પંથકમાં અનરાધાર વરસાદ

- text


મોરબી : ટંકારા અને માળિયા પંથકમાં આજે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓચિંતા જ મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ટંકારાથી અહેવાલ આપતા પત્રકાર જયેશ ભટાસણાએ જણાવ્યું કે રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. રોડ ઉપર વાહન ચલાવવામાં મુશ્કેલી પડે તે રીતે મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે.

- text

માળિયાથી અહેવાલ આપતા પત્રકાર કાસમભાઈ સુમરા જણાવે છે કે માળિયા ટાઉનમાં હાલ વરસાદ નથી. પણ નાનાભેલા, મોટાભેલા, ભગસિયા , સરવડ, ફાગસિયા, તરઘડી, ખાખરેચી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

- text