ભારે કરી ! ટંકારામાં એકપણ જાહેર શૌચાલય નથી

- text


ટંકારા સમાજ સુધારક રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ હોવા ઉપરાંત તાલુકો હોવા છતાં એકપણ જાહેર શૌચાલય ન હોવું તંત્ર માટે શરમજનક બાબત, શૌચાલયના અભાવે લોકોને ભારે હાલાકી

ટંકારા : વડાપ્રધાન મોદીના સ્વચ્છતા મિશન હેઠળ ખાસ કરીને જાહેરમાં અને ઘરે-ઘરે શૌચાલયની યોજના અમલમાં હોવા છતાં ટંકારા જેવા જગપ્રસિદ્ધ સ્થળમાં એકપણ જાહેર શૌચાલયન હોવું એ તંત્ર અને ખુદ સરકાર માટે શરમજનક બાબત છે. ટંકારામાં સ્વચ્છતા મિશનનો ઉલાળીયો કરવામાં આવ્યો હોય જાહેરમાં એક પણ શોચાલય નથી. સૌથી ગંભીર બાબત એ છે કે, ટંકારા સમાજ સુધારક રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ હોવા ઉપરાંત તાલુકો હોવા છતાં આવી પ્રાથમિક સુવિધા ન હોવાથી લોકોને ભારે હાલાકી પડે છે ત્યારે નગરપાલિકા બન તો ટંકારાના અનેક પ્રાણ પ્રશ્નો ઉકેલાઈ શકે તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે.

- text

ટંકારા સમાજ સુધારક રાષ્ટ્રપુરુષની જન્મ ભૂમિ વર્ષોથી તાલુકો તરીકે અમલમાં હોવા છતાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાના ફાંફાં છે. સૌથી મોટી ગંભીર સમસ્યા એ છે કે વર્ષોથી ટંકારામાં એકપણ જાહેર શૌચાલય નથી. જો કે વડાપ્રધાન મોદીનું સ્વચ્છતા મિશન એક તબબકે જોરશોરથી ગાજયું હતું. તેમ છતાં ટંકારામાં તંત્ર આ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરી જ ન હતી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા તંત્રએ મોદીના મિશન વખતે પણ ઉપલબ્ધ ન કરીને ટંકારા તાલુકાને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો હતો. ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ હોવાથી દરરોજ યાત્રાળુઓ દેશ-વિદેશમાંથી આવે છે. આ ઉપરાંત કોટન મિલ મોટાપાયે વિકસ્યો હોવાથી હજારો મજૂરો પણ બહારથી અહીં આવે છે. પણ આ લોકો ટંકારામાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા ન હોય તો ટંકારા વિશે કેવી મનમાં પ્રતિષ્ઠા લઈને જાય છે એ વિચારીને લોકો ક્ષોભ અનુભવી રહ્યા છે.

ટંકારામાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને જાહેરમાં શૌચ ક્રિયા કરવા માટે જવા મજબુર બનવું પડે છે. જો કે ટંકારાના પ્રબુદ્ધ નાગરિકો માને છે કે, ટંકારા તાલુકો હોવાથી વર્ષોથી સુવિધાઓ પ્રત્યે નથી તંત્ર કે કોઈ નેતાએ ધ્યાન દીધું જ નથી. પણ જો હવે ટંકારા તાલુકામાંથી નગરપાલિકા બને તો ટંકારવાસીઓ તમામ જાતની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તેમ છે.

- text