મોરબીમાં પાન-મસાલાની દુકાનમાંથી દોઢ લાખની મતાની ચોરી કરનાર ત્રીપુટી ઝડપાઇ

- text


 

ગુનામાં વપરાયેલ સ્વીફટ, બોલેરો ગાડી મળી કુલ રૂ. ૧૩ લાખથી વધુનો મુદામાલ કબ્જે

મોરબી : મોરબીમાં પાન મસાલાની દુકાનમાં થયેલી રૂ. ૧.૫૪ લાખની ચોરીનો એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ સ્વીફટ, બોલેરો ગાડી, તથા ચોરીમાં ગયેલ મુદામાલ મળી કુલ રૂ. ૧૩ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે બજરંગ સેલ્સ એજન્સી નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી પનબીડી સીગારેટ,ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પુ વિગેરે મળી કુલ રૂ ૧,૫૪,૫૦૦/-ના માલમત્તાની ચોરી થઈ હતી. આ અંગેની ફરીયાદ અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે. મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમ સામે મોરબી સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશનએ લખાવી હતી.

આ ગુનાનો ભેદ ઉકેલવા એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન રાખગી રાહે હકિકત મળેલ કે સદરહુ ગુનો આચરવામાં એક નંબર વગરની બ્લુ કલરની મારૂતી સ્વીફટ ગાડી તથા મહીન્દ્રા બોલરો ગાડી નંબર GJ-03-BV- 9325 વાળી સંડોવાયેલ છે.

- text

જેથી આ કામે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા પોકેટકોપ એપ માધ્યમથી વધુ તપાસ કરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા સઓ અનિરૂધ્ધસિંહ રાઠોડ ઉ.વ.૩૦ રહે.લીલાસર્કલ, આલેખ ફ્લેટ, મિતરાજસિંહ અનિરૂધ્ધસિંહ દિલુભા ગોહીલ ઉ.વ.૨૪ રહે.ગાયત્રીનગર, અમરદિપ સોસાયટી,બ્લોક નંબસ-બી, રૂમ નં.-૪૬૦૯, ઘોઘા જકાતનાકા પાછળ, ભાવનગર અને અરવિંદનાથ જીવણનાથ પરમાર ઉ.વ.૩૫ રહે. તરઘડી, તા.પડધરી જિ. રાજકોટવાળાની સંડોવણી ફલીત થતાં અલગ અલગ ટીમો બનાવી મોરબી,ભાવનગર ખાતે મોકલી આરોપીઓની ધરપકડ તથા ગુનામાં વપરાયેલ વાહનો તથા મુદામાલ કબ્જે કરેલ છે.

- text