સૌરાષ્ટ્રના તાવ અને ઇન્ફેકશનના એકમાત્ર નિષ્ણાંત તબીબ મંગળવારે પોતાના વતન મોરબીમાં : ખાસ ઓપીડી

જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં દર મહિનાના પહેલા મંગળવારે નિષ્ણાંત તબીબ ડો.કૃતાર્થ કાંજીયા ઓપીડી યોજશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રના એકમાત્ર તાવ અને ઇન્ફેકશનના નિષ્ણાંત ડોકટર કૃતાર્થ કાંજીયા તા.6 સપ્ટેમ્બરને મંગળવારે પોતાના વતન મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને એપોઈટમેન્ટ લેવા જણાવાયું છે.

રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા ડો. કૃતાર્થ કાંજીયા ( ટ્રોપ મેડ એન્ડ ઇન્ફેકશીયસ ડીસીઝ એક્સપર્ટ, ડીએનબી- ઇન્ટર્નલ મેડિસિન એફએનબી- ઇન્ફેકશિયસ ડિસીઝ -પીડી હિન્દુજા, મુંબઇ) તા. 6 સપ્ટેમ્બરને મંગળવારના રોજ સવારે 11:30થી 1 દરમિયાન મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર ઉમિયા હોલ સામે બીજા માળે c/o એપલ હોસ્પિટલમાં આવેલ ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં ખાસ ઓપીડી યોજશે.

કોઈ પણ જાતનો તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોડ, ચિકનગુનિયા, ઝેરી કમળો, કોરોના અને કોરોના પછીની તકલીફ, ફેફસાના ઇન્ફેક્શન ( ન્યુમોનિયા), પેશાબમાં બળતરા અને રસી, ફેફસા અને મણકાનો ટીબી અને ટીબીની ગાંઠ, એચઆઇવી( એઇડ્સ), ગુપ્ત રોગ, ચામડીના ઇન્ફેકશન, મગજનો તાવ અને ટીબી, હાડકા, સ્નાયુ અને સાંધાના ઇન્ફેકશન, લોહીમાં ઇન્ફેક્શન ( સેપ્સીસ), ફૂગથી થતા ઇન્ફેકશન ( મ્યુકરમાઇકોસીસ એરપર્જીલોસીસ) , આઇસીયુમાં થતા ગંભીર ઇન્ફેક્શન સહિતની સમસ્યાઓનું નિદાન તથા સારવાર આ ઓપીડીમાં કરવામાં આવશે.

ડો. કૃતાર્થ કાંજીયા મોરબીના બગથળા ગામના વતની છે. તેઓએ તાવ અને ઇન્ફેકશનની ઉચ્ચ પદવી મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાંથી મેળવી છે. હવે તેઓ દર મહિનાના પ્રથમ મંગળવારે વતન મોરબીમાં સેવા આપવાના છે. વધુ વિગત માટે તથા એપોઈટમેન્ટ માટે મો.નં. 9428467271 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.