રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં મોરબીના નિવૃત્ત શિક્ષકે પ્રથમ નંબર મેળવ્યો

- text


 

મોરબી: તાજેતરમાં પોરબંદરમાં રાજ્યકક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીના નિવૃત્ત શિક્ષક કાનજીભાઈ પંચાસરાએ પ્રથમ નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ ફેડરેશન દ્વારા પોરબંદર જિલ્લામાં ઓપન ગુજરાત યોગાસન ચેમ્પિયનશિપ- 2022નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના 24 જિલ્લાઓમાંથી કુલ 250 જેટલા યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અલગ અલગ કેટેગરી વાઇસ આ સ્પર્ધા યોજાઈ હતી. આ યોગ સ્પર્ધામાં 60 વર્ષથી મોટી ઉંમરના સ્પર્ધકોની કેટેગરીમાં મોરબીના વી.સી. હાઈસ્કૂલમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત શિક્ષક કાનજીભાઈ પંચાસરાએ પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. 70 વર્ષીય કાનજીભાઈ પંચાસરા મોરબીમાં યોગ કેન્દ્ર પણ ચલાવી રહ્યા છે અને ઘણી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

- text

- text