મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રજાપતિ સમાજનો ગાંધીનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- text


પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું

મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નાખેલા વિકાસના મજબૂત વિકાસના પાયા ઉપર ઊભું છે. બે દાયકાની લાંબી વિકાસયાત્રાએ ગુજરાતને દેશનું મોડેલ સ્ટેટ બનાવ્યું છે. વીજળી, પાણી, રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓથી ઉપર ઊઠીને હવે ગુજરાત વિકાસની રાહે નવા સિમાચિહ્નો પાર કરી રહ્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જનતાને ખોટા પ્રલોભનો આપીને સત્તા મેળવવા મથતા લોકો ક્યારેય રાજ્યનો વિકાસ કરી શકે નહીં સર્વાંગી વિકાસની જે પરિપાટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં વિકસી છે, તેને હંમેશાંથી જનતાનું સમર્થન મળતું આવ્યું છે અને મળતું રહેશે.

તેમણે કહ્યું કે, ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આ વર્ષે ગુજરાત સરકારે આપ્યું છે. ગુજરાત અને ભારતનું અર્થતંત્ર પૂરપાટ ગતિએ આગળ વધી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, એક સમય એવો હતો કે, ગુજરાતમાં ઉદ્યોગો માત્ર વાપીથી તાપી સુધી સીમિત હતા, પરંતુ હવે ગુજરાતનો એક એક જિલ્લો એની યુનિક પ્રોડક્ટ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ સાથે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપી રહ્યો છે.

ગુજરાત અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સક્ષમ અને સ્થિર સરકાર કાર્યરત હોવાને કારણે દેશ-વિદેશના મૂડી-રોકાણકારો ગુજરાતમાં મૂડીરોકાણ કરવા તત્પર છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

આ તકે સાંસદ દિનેશભાઈ અનાવડીયાએ પ્રજાપતિ સમાજની ઉદ્યમશીલતા અને રાષ્ટ્રભાવનાને બિરદાવતા કહ્યું કે, પ્રજાપતિ સમાજ હંમેશાંથી ભાજપાની સરકારને પડખે રહી ગુજરાતના વિકાસમાં આગવું યોગદાન આપી રહ્યો છે.

- text

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘કલ કરે સો આજ કર’નો અભિગમ ધરાવે છે. પ્રજાના દરેક કામ, કેસ-ફાઈલની ત્વરાથી પતાવટ કરવાની તેમની કાર્યશૈલી છે. મુખ્યમંત્રીના ગતિશીલ અને કુનેહપૂર્વકના વહીવટના સારાં પરિણામ ગુજરાતની જનતાએ અનુભવ્યાં છે, તેમ તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે પીપરડી ધામના સંત મુખી મહારાજ, પ્રજાપતિ સમાજના અગ્રણી નૌકાબહેન, દેવેન્દ્રભાઈ, વાઘજીભાઈ, પ્રજાપતિ અનિલભાઈ પ્રજાપતિ, લાલજીભાઈ, બીપીનભાઈ પ્રજાપતિ મોરબી બક્ષીપંચ મોરચા મહામંત્રી કાંતિભાઈ કણસાગરા સાહુલ અંધોદરિયા જીતેન્દ્રભાઈ ધારીએલા સુરેશભાઈ કણસાગરા દિનેશભાઈ કણસાગરા તથા પ્રજાપતિ સમાજના અગ્રણી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text