થાય ઈ કરી લ્યો…… ખાણ ખનીજના પાપે ડમ્પર ચાલકો બેફામ

- text


શક્તિ ચેમ્બર નજીક ધોળે દિવસે માટી ભરેલું ડમ્પર ઠાલવી ખાણ ખનીજ વિભાગ ખિસ્સામાં હોવાનો સંદેશ આપતા ખનીજ માફિયા

મોરબી : મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની હપ્તાખાવ અને ભ્રષ્ટાચારી નીતિને પાપે સમગ્ર જિલ્લામાં રેતમાફિયાઓ અને માટીની ખનીજચોરી કરતા તત્વો બેફામ બન્યા છે ત્યારે આજે ધોળા દિવસે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક માટી ચોરી કરીને જતા આઇવા ડમ્પરને ખાણ ખનીજ વિભાગના ફૂટેલા તત્વોએ આગળ ચેકીંગનો સંદેશ આપી દેતા ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ ઉપર પોલીસના ડર વગર આઇવા ડમ્પર ચાલકે માટી ઠાલવી ચાલતી પકડતા અનેક વાહન ચાલકોને ભોગ બનવું પડ્યું હતું.

મોરબી શહેર અને આજુબાજુના સિરામીક ઝોનમાં ખનીજ માફિયાઓ ભીંસ પડે ત્યારે ગઈ ત્યાં નેશનલ હાઇવે કે આંતરિક રસ્તાઓ ઉપર ખનીજચોરીનું પાપ છુપાવવા માટી – રેતીના ઢગલા કરીને નાસી જતા હોવાના બનાવો સામાન્ય બન્યા છે ત્યારે આજે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક આવી જ એક ઘટનામાં ફૂટેલા ખાણ ખનીજ તંત્રના લાંચિયા કર્મચારીએ આગળ ચેકીંગનો મેસેજ વહેતો કરી દેતા આઇવા ડમ્પર ચાલકે નેશનલ હાઇવે ઉપર જ માટીનો ઢગલો કરી દઈ અન્ય વાહન ચાલકો માટે અકસ્માતનો ખતરો ઉભો કરી દીધો હતો.

- text

ચોંકાવનારી બાબત તો એ છે કે, ખુલ્લે આમ ખનીજ ચોરી કરી ઓવરલોડ દોડતા માતેલા સાંઢ જેવા યમરાજ જેવા આ આઇવા ડમ્પર ચાલકો રોડ વચ્ચોવચ માટીના ખુલ્લે આમ ઢગલા કરતા હોવા છતાં પોલીસ કે આરટીઓ પણ આવા યમરાજ સામે પગલાં ભરવામાં લાજ કાઢી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે,.જો કે આજની ઘટનામાં એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવાં આવ્યો હતો.

- text