મોરબી જિલ્લાના દુષ્કાળગ્રસ્ત ગામોના ખેડૂતોને સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


મોરબીઃ વધુ વરસાદના કારણે મોરબી જિલ્લાના ગામોને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને NDRF અથવા SDRF જોગવાઈ મુજબ સહાય આપવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે.

કાન્તિલાલ બાવરવાએ જણાવ્યું છે કે, વધુ વરસાદના કારણે આ વર્ષે મોરબી જિલ્લાના હરીપર, કાજરડા, ચીખલી, વેણાસર, મંદરકી, જુના ઘાંટીલા, કુંભારીયા, ખીરઈ, ફતેપર, હાંજીયાસર, જાજાસર, વિરવદરકા, સુલતાનપુર, ખાખરેચી, વેજલપર, રોહીશાળા, માણાબા, વાધરવા, રાસંગપર, સોનગઢ, નાનીબરાર, ભાવપર, બગસરા, મોટીબરાર, જસાપર, નવાગામ, વવાણીયા, લક્ષ્મીવાસ, ચમનપર, મોટાભેલા, નાનાભેલા, મેઘપર, વર્ષામેડી, લવણપુર, સરવડ, દેરાળા, તરઘરી, મોટાદહીંસરા, નાના દહીંસરા, ખીરસરા, બોળકી, ન્યુનવલખી, કુંતાસી, નાનાદહીંસરા, ચાચાવદરડા, મહેન્દ્રગઢ, સોખડા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, પીલુડી, રાપર, અણીયારી, જેતપર, વાઘપર, જુનાનાગડાવાસ, ગુંગણ, સાપર, જસમતગઢ, ચકમપર, જીકીયાળી, જીવાપર(ચ.), કેસવનગર, કેરાળા, હરીપર, ગાળા, નવાસાદુળકા, ભરતનગર, લક્ષ્મીનગર, રવાપર(નદી), ભક્તિનગર, જુનાસાદુળકા, અમરનગર, બેલા(રં.), રંગપર, શનાળા(તળાવીયા), ટીંબડી, ધરમપુર, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, વાવડી, થોરાળા, કાંતિપુર, બીલીયા, પંચાસર, માણેકવાડા, બગથળા, જેપુર, બરવાળા, ખેવારીયા, ખાખરાળા, લુટાવદર, પીપળીયા, મોડપર, વિરપરડા, હજ્નાળી, કેરાળી, ફાટસર, જીવાપર(આ.), ધૂળકોટ, આમરણ, ફડસર, રાજપર(કું.), માવનું ગામ, બેલા(શા), ગોરખીજડિયા, વનાળીયા, નારણકા, માનસર વગેરે તેમજ અન્ય ગામોમાં ખેડૂતોએ વાવેલ પાકો નિષ્ફળ જવા પામ્યા છે. અને હવે ખેડૂતો બીજું વાવેતર કરી શકે તેવી સ્થિતિ પણ નથી. આ તમામ ગામોમાં 135 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાનું કાન્તિલાલ બાવરવાએ જણાવ્યું છે.

- text

આથી આ તમામ ગામોના ખેડૂતોના ખેતરનો સર્વે કરાવીને તેઓને તાત્કાલિક સહાય આપવામાં આવે. જો અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં નહીં આવે તો અમારે ના છુટકે આ બધા ગામના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેમ કાન્તિલાલ બાવરવાએ જણાવ્યું છે.

- text