સાડા પાંચ ઈંચ વરસાદમાં મોરબીનું રણછોડનગર પાણી – પાણી

- text


શેરી અને ઘરમાં પણ વરસાદી પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબીમાં ગતરાત્રે મુશળધાર વરસાદ તૂટી પડતા અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા હતા. જેમાં મોરબીના છેવાડાના રણછોડનગર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારમાં શેરીઓમાં નદીના વહેણની માફક પાણી ફરી વળવા ઉપરાંત ઘણા લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા અડધી રાત્રે લોકો હેરાન થયા હતા.

- text

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં ગતરાત્રે ધોધમાર વરસાદ થતાં આખો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો. શેરીઓમાં નદીના વહેણની માફક પાણી ભરાયા હતા અને ઘણા ઘરોમાં પાણી ઘુસી જતા અડધી રાત્રે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ઘરવખરી પલળી ગઈ હતી. શેરીમાં અને ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને જીવન જરૂટી ચીજવસ્તુઓ માટે ભારે હાલાકી પડી હતી. તેથી સ્થાનિક લોકોએ સંબધિત તંત્ર સમક્ષ આ પાણીનો તાકીદે નિકાલ કરે તેવી માંગ ઉઠાવી છે.

- text