મોરબી એસટીને જન્માષ્ટમીના તહેવારો ફ્ળ્યા, રૂ.45.57 લાખની આવક

- text


રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો સુધી મોટાભાગની બસો હાઉસફુલ રહી : સામાન્ય દિવસો કરતા તહેવારોના 12 દિવસમાં દૈનિક એકથી દોઢ લાખની વધુ આવક થઈ

મોરબી : મોરબી એસટી ડેપોને જન્માષ્ટમીના તહેવારો ફળ્યા હતા. જેમાં રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો સુધી મોટાભાગની બસો હાઉસફુલ રહેતા સામાન્ય દિવસો કરતા તહેવારોના 12 દિવસમાં દૈનિક એકથી દોઢ લાખની વધુ આવક થઈ હતી. આથી મોરબી એસટી ડેપોને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 12 દિવસમાં રૂ. 45.57 લાખની આવક થઈ હતી.

મોરબી એસટી ડેપોનો કથળેલો વહીવટ અને ખખડધજ બસો તેમજ મોટાભાગે બસનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા અને લાંબી રૂટમાં લોકોની સંખ્યા વધુ હોય તેવી આ સામાન્ય દિવસોની પરિસ્થિતિ વચ્ચે મોરબી એસટી ડેપોને જન્માષ્ટમીએ દિવાળી જેવી સ્થિતિ જોવા મળી હતી. મોટાભાગના લોકો પરિવાર સાથે કે મિત્રો સાથે બહારગામ જવા ઘસારો કરતા અમદાવાદ, કચ્છ-ભુજ, રાજકોટ, દાહોદ, વડોદરા, જુનાગઢ, સોમનાથ તેમજ ધાર્મિક અને પર્યટન સ્થળોની એસટી બસોમાં ચિક્કાર મેદની જેવો મળી હતી.

મોરબી એસટી ડેપોની 48 શેડ્યુલ અને 600 ટ્રીપો હોય જેમાં મોરબીની 300 ટ્રીપ અને 300 ટ્રીપ બહારના ડેપો દ્વારા સંચાલન કરવામાં આવે છે. તહેવારો દરમિયાન મોરબી તળાજા, માળીયા સહિતના રૂટ રદ થયા હતા. એસટીની સમાન્ય દિવસોમાં દૈનિક આવક ત્રણ લાખ સુધીની હોય છે. પણ તહેવારોમાં સરેરાશ સાડા ચાર લાખ જેવી આવક થઈ હતી. જ્યારે ચાર દિવસમાં 22291 કિમિ રદ થયા હતા. જો આટલા કિમિ રદ ન થયા હોય તો હજુ પણ એસટીને વધુ આવક થાત.

- text

- text