મોરબીમાં કાલે ગુરુવારે ત્રણ સ્થળે ફ્રી સુવર્ણપ્રશાન કેમ્પ યોજાશે

- text


લાયન્સ ક્લબ અને લિયો ક્લબ દ્વારા કરાયું આયોજન

મોરબી : લાયન્સ ક્લબ અને લિયો ક્લબ દ્વારા કાલે ગુરુવારે ત્રણ સ્થળે વિનામૂલ્યે સુવર્ણપ્રશાન ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજાશે.

મોરબીમાં લાયન્સ ક્લબ અને લિયો ક્લબ દ્વારા કાલે તા.૨૫ને ગુરુવારના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ૦ થી ૧૨ વર્ષના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રશાન ટીપાં કેમ્પનું આયોજન ઉમા ક્લિનિક,સરસ્વતિ સોસાયટી, શેરી નં.૪, ઉમાટાઉનશિપ મેઈન રોડ,બગીચાની સામે,મોરબી -૨, ઓમ ક્લિનિક સત્યમ કોમ્પલેક્ષ,ન્યુ ચંદ્રેશનગર, મુનનગર ચોક પાસે,મોરબી અને શ્રીજી ક્લિનિક,શ્રીરામ પ્લાઝા,પહેલા માળે,રામદેવપીર મંદિર સામે,આલાપ રોડ,મોરબી ખાતે એમ ત્રણ સ્થળે ટીપાં પીવડાવવામાં આવશે.જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

- text

- text