ટંકારા માસુમ સબિલ કમિટી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી મોહરમ પર્વની ઉજવણી કરાઈ

- text


ટંકારા : ટંકારા ખાતે માસુમ સબીલ કમિટી ગ્રુપ ઓફ 486 દ્વારા રંગબેરંગી રોશની અને આકર્ષક મંડપ સર્વિસ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા શહેરના જીવાપરા વિસ્તારથી આગળ આવેલા વિસ્તારમાં માસુમ સબીલ કમિટી ગ્રુપ ઓફ 486ના નવલોહીયા યુવાનો દ્વારા કરબલાની સહાદત યાદ કરી ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કમિટી દ્વારા હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો હોય તિરંગો લહેરાવી મહોરમ પર્વ માનવવામાં આવ્યો હતો.

- text

- text