રામધન આશ્રમે બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ

- text


યજ્ઞ, મહાપ્રસાદ, ધુન-ભજન સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે સંત શિરોમણી બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ સાથે અનેકવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા.

શહેરના મહેન્દ્રનગર ધાયડી પાસે ઘુંટુ રોડ પર સંત શિરોમણી બજરંગદાસ બાપાની આજથી 16 વર્ષ પહેલા ભક્તોએ મઢુલી બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને સેવા પૂજા કરાતી હતી. પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા અહીં ઓવરબ્રિજ મંજૂર કરાતા આ મઢુલી તૂટમાં જતી હતી. જેથી સૌ ભક્તજનોએ સરકારની વાત સ્વીકારી સ્વેચ્છાએ બાપાની મૂર્તિ અને સ્થળ પધરાવવા સહમત થતા અને આ જગ્યા ખુલી કરી આપવા નિર્ણય લઈ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીને મૂર્તિ રામધન આશ્રમમાં પધરાવવાની વાત મુકતા મહંતે આ વાત સહર્ષ વધાવી લીધી હતી અને માત્ર સાત દિવસમાં રામધન આશ્રમ ખાતે બાપાની મઢુલીનું નિર્માણ કાર્ય થયું હતું. જે બાદ સંત શિરોમણી બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યજ્ઞ, સંતોનું સન્માન મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આ અવસરે ભુપતબાપુ કાગદડી આશ્રમ, રત્નેશ્વરીબેન સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા દેવકરણભાઈ, કરસનભાઈ, ભુદરભાઈ, પોપટભાઈ, ઓડિયાસાહેબ તેમજ ધૂન મંડળના ત્રિભોવનભાઈ, રામજીભાઈ, ચુનીભાઇ, રૂગનાથભાઈ, દિલીપભાઈ મહેશ મહારાજ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશભગતની યાદીમાં જણાવાયું છે.

- text

- text