વાંકાનેરમાં જાલીનોટનો કારોબાર : રાજસ્થાન પોલીસ ત્રાટકી

- text


રાજસ્થાનમાં જાલી નોટ વટાવવા જતા ઝડપાયેલા શખ્સની કબૂલાતને આધારે તપાસનો ધમધમાટ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાલીનોટનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાની સચોટ બાતમીને આધારે રાજસ્થાનની પોલીસ ટીમ ત્રાટકી હોવાનું અને દેશના અર્થતંત્રને ખોખલું બનાવવાના આ રેકેટમાં સ્થાનિક પોલીસને સાથે રાખી પોલીસે કાર્યવાહી હાથ ધરી કેટલાક તત્વોને ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું છે.

ડુપ્લીકેટ તમાકુ બનાવવાના હબ ગણાતા વાંકાનેર ગ્રામ્ય પંથકમાં દેશની આર્થિક કરોડરજ્જુને નુકશાન પહોંચાડવા કેટલાક તત્વો દ્વારા જાલીનોટ છાપવાનું કારસ્તાન છે કે રાજસ્થાનથી બહાર આવ્યું છે. વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં જાલીનોટ વટાવવા જતા પોલીસે એક શખ્સને રંગે હાથ ઝડપી લીધા બાદ તપાસનો દૌર વાંકાનેર સુધી લંબાયો છે.

- text

વધુમાં ગઈકાલે રાજસ્થાન પોલીસની એક ટીમે વાંકાનેરમાં ધામા નાખ્યા હોવાનું અને વાંકાનેર તાલુકાના રાજાવડલા નજીકથી એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હોવાનું અને જાલીનોટ કાંડમાં અનેક કડાકા ભડાકા થવાના સંકેતો પણ સાંપડી રહ્યા છે.

- text