રેલવેને ડબલ ટ્રેકનું ગ્રહણ : વધુ આઠ ટ્રેન રદ

- text


સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનને અસર

મોરબી : ડબલ ટ્રેક કામગીરીને કારણે અગાઉ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે ત્યારે હવે સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 ટ્રેનો રદ કરવામાં આવી છે.

સોલાપુર ડિવિઝનના દાઉન્ડ-કુરુદવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે તાત્કાલિક અસરથી તા.09 ઓગસ્ટ, 2022 સુધી બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ વ્યવહારને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 ટ્રેનો રદ કરવામાં આવી છે.જેમાં રદ કરાયેલી ટ્રેનો નીચે મુજબ છે.

1) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ – રાજકોટ એક્સપ્રેસ 06.08.2022, 08.08.2022 અને 09.08.2022 ના રોજ રદ.

- text

2) ટ્રેન નંબર 22717 રાજકોટ – સિકંદરાબાદ એક્સપ્રેસ 08.08.2022, 10.08.2022 અને 11.08.2022 ના રોજ રદ.

3) ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર – રાજકોટ એક્સપ્રેસ 05.08.2022 ના રોજ રદ.

4) ટ્રેન નંબર 16613 રાજકોટ – કોઈમ્બતુર એક્સપ્રેસ 07.08.2022 ના રોજ રદ.

5) ટ્રેન નંબર 19202 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ 09.08.2022 ના રોજ રદ.

6) ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ 10.08.2022 ના રોજ રદ.

7) ટ્રેન નંબર 19568 ઓખા – તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 05.08.2022 ના રોજ રદ.

8) ટ્રેન નંબર 19567 તુતીકોરીન – ઓખા વિવેક એક્સપ્રેસ 07.08.2022 ના રોજ રદ.

- text