શ્રાવણના પ્રથમ સોમવારે મોરબી બન્યું શિવમય 

- text


હર હર મહાદેવના નાદ સાથે ભગવાન ભોળાનાથને ફૂલો, બીલીપત્રથી વિવિધ શણગાર કરાયો; શિવમંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

મોરબી : આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાના-મોટા તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. ત્યારે મોરબીના શિવાલયોમાં પણ સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. લોકો દુગ્ધાભિષેક, બીલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહ્યા છે.

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોરબી શહેરના શોભેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ, કુબેરનાથ સહિતના શિવાલયો સવારથી જ હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. સાંજ સુધીમાં અનેક લોકો ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે.

- text

દરેક શિવમંદિરોમાં મહાઆરતી, મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત ભંડારા સહિતના આયોજનો પણ થયા હતા, શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ સહિત અનેક મંદિરોમાં મહાદેવજીને ફૂલો, બીલીપત્ર વગેરેથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. લોકોએ પણ બીલીપત્ર ચડાવી દુગ્ધાભિષેક કર્યા હતા. સાંજ સુધીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં જઇ ધન્યતા અનુભવશે.

 

- text