પાટિયા ગ્રુપ -હળવદ દ્વારા ફૂલસ્કેપ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

- text


વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલા સહિતનાઓ હાજર રહ્યા

હળવદ : આજે રવિવારે હળવદ શહેરમાં આવેલ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટિયા ગ્રુપ હળવદ દ્વારા દસ હજાર ફૂલ સ્કેપ ચોપડાનું નિઃશુલ્ક વિતરણકરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ હળવદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓના નામની યાદી તૈયાર કરીઆજરોજ તેઓને હાજર મહેમાનોના હસ્તે ફૂલસ્કેપ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

પાટિયા ગ્રુપ દ્વારા ગત વર્ષે પણ પંદર હજાર ફુલસ્કેપ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. અને આ સેવાકીય પ્રવૃતિઓની સાથે સાથે આજરોજ દીક્ષિત લેબોરેટરીના સહયોગ થકી પાટિયા ગ્રુપ દ્વારા વિવિધ બ્લડ રીપોર્ટસમાં પણ હવે થી ૨૦થી ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપી એક અનોખો સેવા યજ્ઞ આરંભિયો છે ત્યારે પાટિયા ગ્રુપની અનેક માનવસેવાની પ્રવૃત્તિઓ થકી હળવદના લોકોની સેવા કરી રહ્યું છે અને હળવદમાં ચોતરફ થી સહકાર મળી રહ્યો છે ત્યારે આજે યોજાયેલ કાર્યક્રમ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલા,પૂજ્ય દીપકદાસજી મહારાજ, બીપીનભાઈ દવે,નવલભાઈ શુક્લા,રણછોડભાઈ દલવાડી, પ્રણવભાઈ દવે,રિપલભાઈ શાહ, ભાવિનભાઈ ગોહિલ,કુલદીપસિંહ ઝાલા,અતુલભાઈ પાઠક,મયુરભાઈ મહેતા,સુરેશભાઈ પટેલ,ડૉ હર્ષદભાઈ લોરિયા, સંજયભાઈ રાવલ,દલવાડી ભાઈ ( સીબીઆઇ)સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપના સેવાભાવી કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

- text

- text