માલણીયાદની નદીમાં રેતી ચોરી કરતા બે ટ્રેક્ટર ઝડપાયા : કાર્યવાહીમાં ભેદભાવ.!

- text


ગણતરીની મીનીટોમાં આરોપીઓનો નજીવા દંડ સાથે છુટકારો : હળવદ વન વિભાગની કાર્યવાહી પર અનેક શંકાઓ

હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામના પાદર માંથી પસાર થતી નદીમાં રેતી ચોરી કરતા બે ટ્રેક્ટર સાથે ચાલકને ઝડપી લઇ હળવદ વન વિભાગ ની ઓફિસે લઈ આવી આરોપીઓ ને નજીવો દંડ કરી જામીન પર મુક્ત કરી દેતા વન વિભાગની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે

હળવદ તાલુકાના માલણીયા ગામ પાસેથી પસાર થતી નદી ઘુડખર અભ્યારણમાં આવતી હોય જેથી અહીં રેતી ચોરી અટકાવવા વન વિભાગ દ્વારા અવારનવાર રેતી ચોરો પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ આ કાર્યવાહીમાં પણ ભેદભાવ રાખવામાં આવતો હોવાનો એક ચોકાવનારો બનાવ ગઈકાલ સામે આવ્યો છે શનિવારે નદીમાંથી રેતી ચોરી કરતા બે ટ્રેક્ટર ને વન વિભાગની ટીમ દ્વારા ઝડપી લઇ હળવદ લઈ આવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નદીમાં રેતી ચોરી કરતા અર્જુનભાઈ સોમાભાઈ દેગામા અને કિશનભાઇ ધીરુભાઈ કોળી ને રેતીના ભરેલા ટ્રેક્ટર સાથે વન વિભાગ દ્વારા ઝડપી લેવાયા હતા આ બંને ચાલકોને ટ્રેક્ટર સાથે હળવદ વનવિભાગ ની ઓફીસે લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

બોક્ષ વન વિભાગની કાર્યવાહી પણ ભેદભાવ વાળી ?

હળવદ ખાતે વન વિભાગ દ્વારા માલણીયાદની ખારી નદીમાં રેતી ચોરી કરતા બે ટ્રેકટરોને ઝડપી લીધા હતા. જેમાં રાજેશ ભોજાભાઇ,ચિરાગ મહેન્દ્રભાઇ, સંદિપ પ્રભુભાઈ બે સપ્તાહ સુધી જામીન પણ મળ્યા ન હતા. અને અભ્યારણમાં પરવાનગી વિના પ્રવેશ કરવા બદલ વન્ય અધિનિયમ ૧૯૭૨ ૨૦૦૨, ૨૭.૧,૨૯ અને ૫૧ મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યારે ગઈ કાલે પકડાયેલા અર્જુન સોમાભાઇ દેગામા અને કિશન ધીરુભાઇ ને માત્ર 25 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરી દેતા સાથે જ આ ટ્રેક્ટરના માલિકનું પણ નામ ખોલવામાં નથી આવી જ્યારે બે સપ્તા પૂર્વે જે બે ટ્રેક્ટર ઝડપાયા હતા તેમાં તેના માલિકને પણ આજ વન વિભાગની ટીમ દ્વારા ફીટ કરી દેવામાં આવ્યા હતા ત્યારે હળવદ વન વિભાગની કાર્યવાહી અનેક સવાલ ઉઠી રહ્યા છે કે અભ્યારણ વિસ્તારમાં ચોરી કરવી એક ગુનો બને છે તો પછી કાર્યવાહીમાં કેમ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.?

- text