તીથવા હાઈસ્કૂલની કૃતિ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી

- text


‘જેસ્ચર કંટ્રોલ રોબોટ’ દ્વારા હાથ પર ડીવાઇસ લગાવી રોબોટીક કારને કંટ્રોલ કરી શકાશે

વાંકાનેર: દર વર્ષે યોજાતા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વર્ષ 2021-22ના વર્ષમાં યોજાયેલ પ્રદર્શનમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની તીથવા માધ્યમિક શાળાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી છે.

2021-22ના વર્ષ માટે યોજાયેલ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગ-3 “સોફ્ટવેર એન્ડ એપ્સ”માં તીથવા માધ્યમિક શાળાની બાળાઓ ચૌધરી મુબિરા અને માથકિયા તસ્કિન એ “જેસ્ચર કંટ્રોલ રોબોર્ટ” કૃતિ ગણિત-વિજ્ઞાન શિક્ષક ભરતભાઇ ગોપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી. આ કૃતિમાં ત્રણ પ્રકારના રોબોટ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં એક પ્રકારના રોબોટ જેસ્ચર કંટ્રોલ એટલે કે હાથ પર ડીવાઇઝ લગાવીને હાથના કમાન્ડ દ્વારા રોબોટિક કારને કંટ્રોલ કરી શકાય છે. બીજા પ્રકારના રોબોટમાં વાઇફાઇ રિમોટ દ્વારા રોબોટને કંટ્રોલ કરી શકાય છે. જ્યારે ત્રીજા પ્રકારના રોબોટમાં મોબાઈલમાં બ્લ્યુટૂથ એપ્લિશન દ્વારા રોબોટને કંટ્રોલ કરી શકાય છે. આ પ્રકારના ડીવાઇઝને સસ્તા બનાવી શકાય છે તેમજ વાસ્તવિક રીતે એપ્લાય કરવા માટે અજમાવી શકાય છે. આ પ્રકારના રોબોટિક ડીવાઇઝમાં અલ્ટ્રા સોનિક સેન્સર કંટ્રોલ હોય છે. જે રોબોટિક કારને આગળ આવતી વસ્તુઓ સાથે અથડાયા પહેલા જ આપોઆપ રોકી શકે છે.

આમ આવા રોબોટિક ડીવાઇસને વાસ્તવિક રીતે એપ્લાય કરતા ઘણા ક્ષેત્રોમાં કાર્યની સરળતા પ્રાપ્ત કરવા ઉપયોગ કરી શકાય છે. આવા રોબોટમાંથી બનાવેલ ઉપકરણો જ્યાં વાસ્તવિક રીતે મનુષ્યો ન પહોંચી શકે તેવા દુર્ગમ સ્થળોએ જમીન માપણી, માહિતી એકત્રીકરણ, જંતુનાશક દવા છંટકાવ, ફોટોગ્રાફી, ડ્રોનના ઉપયોગના વિશાળ ક્ષેત્રમાં, ભારતીય સેનામાં સેફ્ટી સાથે જોખમી કાર્યો કરવા, ઉદ્યોગોમાં રોબોટિક આર્મ દ્વારા ઉત્પાદન કરવા વગેરે જેવા અનેક કાર્યોમાં ઉપયોગી થઈ શકે તેમ છે.

આ પ્રદર્શન કોરોના મહામારીના લીધે રાજ્ય કક્ષાએ ઓનલાઇન મોડમાં યોજાયું હતું. જેમાં વિભાગ -3 “સોફ્ટવેર એન્ડ એપ્સ”માં સમગ્ર ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર વિભાગમાંથી એક માત્ર શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી. હવે આગામી સમયમાં ચૌધરી મુબિરા અને માથકિયા તસ્કિન તેમના માર્ગદર્શક શિક્ષક ભરતભાઇ ગોપાણીની “જેસ્ચર કંટ્રોલ રોબોટ” કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ GCERT ગાંધીનગર દ્વારા નોમિનેટ થઈ છે જે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

આ કૃતિની you tube લિંક આપેલ છે જે આપ જોઈ શકશો. https://youtu.be/vmyULLfrBtA

- text

 

- text