રેસિપી અપડેટ : ઘરે અચાનક મહેમાન આવી જાય ત્યારે ફટાફટ બનાવો અફઘાની પનીર

- text


ઘરે અચાનક મહેમાન આવી જાય ત્યારે ગૃહિણીઓ મુંઝવણમાં મૂકાઈ જતી હોય છે કે, મહેમાનો માટે જમવામાં શું ખાસ બનાવવું. ત્યારે ગૃહિણીઓની આ મુંઝવણ દુર કરતી એક મસ્ત મજાની રેસિપી લઈને આજે અમે આવ્યા છીએ.. આ રેસિપીનું નામ છે અફઘાની પનીર.. આ રેસિપી સરળતાથી અને ઝડપી બની જતી હોય છે તેથી જ્યારે અચાનક ઘરે મહેમાન આવી જાય ત્યારે આ અફઘાની પનીર બનાવશો તો મહેમાન પણ ખુશખુશાલ થઈ જશે.


સામગ્રીઃ

2 કપ પનીર, 3 ચમચી માખણ, ½ ક્રીમ, 3 ચમચી દૂધ, કાજુ, લીલા મરચા, ગરમ મસાલો, ખસખસ, મીઠું, તેલ, મગજતરીના બી..

- text


બનાવવાની રીતઃ

અફઘાની પનીર બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો.
આ બાઉલમાં પનીરના ટુકડા મુકો. પનીરના ટુકડાને થોડીવાર પાણીમાં રાખો જેથી કરીને સોફ્ટનેસ આવે.
આ પનીરના ટુકડામાં ખસખસ અને મગજતરીના બી મિક્સ કરી દો.
હવે કાજુની પેસ્ટ બનાવી લો અને ખસખસ સાથે મિક્સ કરી લો.
ત્યારબાદ આમાં ક્રીમ, દૂદ, માખણ, ગરમ મસાલો, લીલા મરચા અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો.
આ બધી જ વસ્તુ નાંખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો અને 5 થી 7 મિનિટ માટે રહેવા દો.
આ પ્રોસેસ થઇ જાય એટલે એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં પનીરના ટુકડા મિક્સ કરીને ફ્રાઇ કરી લો.
હવે પનીરને મસાલામાં મિક્સ કરીને મહેમાનોને પીરસો.
તમે મહેમાનો માટે આ રેસિપી બનાવો છો અને એમને ખવડાવો છો તો મહેમાન ખુશ થઇ જાય છે અને એમને ખાવાની પણ મજા પડશે.
અફઘાની પનીર એક એવી રેસિપી છે જે બાળકોને પણ ખૂબ ભાવે છે.


- text