મોરબી નાલંદા વિદ્યાલયના વિદ્યાથીઓએ CBSE ધો.10 & 12 બોર્ડ તથા JEE Main પરીક્ષામાં મેદાન માર્યું

- text


શાળાનું 100 % પરીણામ : મોરબી જીલ્લામાં પ્રથમ 10માં નાલંદા વિદ્યાલયના 11 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ

મોરબી : તાજેતરમાં CBSE બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ના પરીણામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાલંદાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.સૌરાષ્ટ્રમાં નાલંદા વિદ્યાલયના ધો. 12 સાયન્સના બે વિધ્યાર્થીઓએ 98 % સાથે ઉચ્ચ સ્થાને પ્રાપ્ત કર્યું છે.

ધો. 12 સાયન્સમાં અધારા દેવ – 98.33 % અને કારીયા અભિમન્યુ – 98 % સાથે સૌરાષ્ટ્રમાં ટોપ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ મોરબી જીલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવેલ છે. મોરબી જીલ્લામાં પ્રથમ 10માં નાલંદા વિદ્યાલયના 11 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. મોરબી જીલ્લામાં પ્રથમ 10માં પ્રથમ નંબરે અધારા દેવ – 98.33 %, બીજા નંબરે કારીયા અભિમન્યુ – 98.00 %, ચોથા નંબરે જીવાણી હેત – 95.67%, જોબનપુત્રા સ્તવન – 95.67 %, પાંચમા નંબરે જસ જાદવ – 94.33 %, છઠ્ઠા નંબરે દલસાણીયા વાસુ – 94.00 %, પટેલ ધ્રુવ – 94.00 %, સાતમા નંબરે પાંખી સિંધલ – 93.67 %, મેરજા સ્મિત – 93.67 %, નવમા નંબરે વેકરીયા પૂજલ – 93.33% દશમાં નંબરે જાદવ ચિરાગ – 92.33 % સાથે રહેલ છે.

શાળાનું પરીણામ 100 % આવેલ છે. તેમજ 90% ઉપર – 15, 85% ઉપર – 35, 80% ઉપર – 42, 70% ઉપર – 52 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.ધો. 12 કોમર્સમાં દેત્રોજા જૈમિની – 97.2 % સાથે સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન અને મોરબી જીલ્લામાં પ્રથમ આવેલ છે. મોરબી જીલ્લામાં પ્રથમ 10માં નાલંદાના 8 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં પ્રથમ નંબરે દેત્રોજા જૈમિની – 97.2%, ત્રીજા નંબરે માલાણી ધોનાલ – 96.4%, ચોથા નંબરે અવાડીયા મીત – 96.00% ,પાંચમા નંબરે કવાડીયા તીર્થ – 95.8%, છઠ્ઠા નંબરે શેઠ ભૂમિકા – 95.6%, સાતમા નંબરે શાહ હેલી – 95.4% આઠમાં નંબરે ભટ્ટાસણા સાર્થક – 95.2% દશામાં નંબરે સેતા બંસી – 94.6% સાથે સ્થાન પ્રાપ્ત કરેલ છે.

- text

શાળાનું પરીણામ 100% આવેલ છે. તેમજ 90% ઉપર –20 વિદ્યાર્થીઓ, 85% ઉપર – 35 વિદ્યાર્થીઓ, 80% ઉપર – 48 વિદ્યાર્થીઓ, 70% ઉપર વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. ધો. 10માં હર્ષ ગોહિલ – 97.00%, પ્રિયાંશ કાનાણી – 97.00% સાથે સૌરાષ્ટ્રમાં મોખરાનું તેમજ મોરબી જીલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ મોરબી જીલ્લામાં પ્રથમ 10માં 9 વિદ્યાર્થીઓ એ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં બીજા નંબરે હર્ષ ગોહિલ – 97%, પ્રિયાંશ કાનાણી – 97%, ચોથા નંબરે ધ્યેય દેલવાડીયા – 96.4% પાંચમા નંબરે મનન વાળા – 96%, શુક્લા અમિત – 96%, છઠ્ઠા નંબરે પટેલ દિયા – 95.2% ,સાતમાં નંબરે અંબાણી પ્રશાંત – 94.8%, નવમા નંબરે ગોપાણી ક્રિષ્ના – 94.4%, દશમાં નંબરે ભોરણીયા શ્રેયા – 94.2% સાથે સ્થાન પ્રાપ્ત કરેલ છે.

કુલ પરીણામ ઉપર નજર કરીએ તો શાળાનું પરીણામ 98.65% આવેલ છે. તેમજ 90% ઉપર – 23 વિદ્યાર્થીઓ, 85% ઉપર – 44 વિદ્યાર્થીઓ, 80% ઉપર – 66 વિદ્યાર્થીઓ, 70% ઉપર – 100 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.

તાજેતમાં જાહેર થયેલ JEE Main માં નાલંદાના વિદ્યાર્થી કરીયા અભિમાન્યુંએ 99.59 PR મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ તેમજ સમગ્ર ગુજરાતમાં પ્રથમ 50 વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારેલ છે આ ઉપરાંત અન્ય 10 વિદ્યાર્થીઓએ JEE Main એકઝામમાં 90 PR ઉપર માર્કસ મેળવેલ છે.આ શ્રેષ્ઠતમ પરીણામ માટે નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી ગામી દ્વારા તમામ વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવેલ હતા.

- text