લંપી વાયરસને વધતો અટકાવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર મેદાને : જીવદયા પ્રેમીઓને મદદે આવા અપીલ

- text


કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા સેવાકીય બીડું ઝડપ્યું

મોરબી : દિન-પ્રતિદિન પશુઓમાં લંપી વાઇરસનો કહેર વધતો જાય છે અને પશુઓ મોતને ભેટતા જાય છે.આથી પશુઓને બચાવા માટે લંપી વાયરસ સામે રક્ષણ આપતી રસી આપવી જરૂરી બની ગઈ છે. તેથી આ અભિયાનમાં મોરબીમાં આવતીકાલથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પશુઓને રસી અને સારવાર આપવા માટે આગળ આવ્યું છે.

મોરબી જીલ્લામાં લંપી વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેના કારણે પશુઓ મૃત્યુ પામવા લાગ્યા છે. ત્યારે લમ્પી વાયરસથી પશુઓને બચાવા અને તેમની સારવાર કરવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી જીલ્લાના પશુઓમાં રસીકરણ તેમજ લંપી વાયરસ થયેલ પશુઓની સેવા કરવામાં આવશે.

- text

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ અભિયાનમાં સારવાર માટે દવાઓ અને અન્ય ખર્ચને પહોચી વળવા જીવદયા પ્રેમીઓને મદદ કરવા અપીલ કરવામાં આવી છે .તેમજ જો કોઈ પશુમાં લંપી વાયરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક ધોરણે કર્તવ્ય જીવદયા કેન્દ્ર મો.7574885747, મો.7574868886 પર જાણ કરવા જણાવાયું છે.

- text