મોરબીમાં ખનીજચોરો દ્વારા યુવાન પર હુમલાની યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહીની માંગ

- text


મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટરને આવેદન આપ્યું

મોરબી : મોરબી જિલ્લામાં યુવાને તેમના ગામમાં થતી ખાણીજચોરી સામે અવાજ ઉઠાવતા લાજવાને બદલે ગાજેલા ખનિજચોરોએ આ યુવાન ઉપર હુમલો કરતા સમાજમાં આ બનાવને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આથી મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યપાલને આવેદન આપીને આ બનાવની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

- text

મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યપાલને આવેદન આપીને જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમના સમાજના યુવાન કમલેશભાઈ ખરા ઉપર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો.જેમાં કમલેશભાઈએ તેમના ગામમાં થતી ખનીજ ચોરી સામે પોલીસમાં અરજી કરી હતી. આથી ખનીજ ચોરોએ હુમલો કર્યો હતો. જે ઘટનાની તટસ્થ તપાસ કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી તેમજ મોરબી જિલ્લામાં અનુસૂચિત જાતિના નિર્દોષ લોકો ઉપર આવા હુમલા થતા અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text