નાની વાવડી ગામની સોસાયટીમાં ગટરની ગંદકી વકરતા મહિલાઓ આકરાપાણીએ

- text


 

ગટરની ગંદકી શેરીઓમાં ફરી વળતા રોગચાળો વકર્યો હોવાનો પણ બળાપો ઠાલવ્યો

મોરબી : મોરબીના નાની વાવડી ગામની સોસાયટીમાં ગટરની ગંદકીએ ભંયકર હદે માજા મુકતા સોસાયટીની મહિલાઓ વિફરી હતી અને મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા ઘણા દિવસોથી ગટરની ગંદકી વકરતા રોગચાળો પણ કાબુ બહાર ગયો છે અને સ્કૂલે પણ બાળકોને મોકલવામાં તકલીફ પડે છે. સરપંચને રજુઆત કરીએ તો તેઓએ તે વિસ્તાર અમારામાં આવતો ન હોવાનું કહીને જવાબદારીમાંથી હાથ ખખેરી નાખે છે.

મોરબીના નાની વાવડી ગામે આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી રોડ પર ઘણા દિવસોથી ઉભરાઈ છે. આ સોસાયટીની મહિલાઓએ કહ્યું હતું કે, ગટર ચોક અપ થઈ હોવાથી રોડ પર છલકાય છે. ભારે ગંદકી ફેલાતા સોસાયટીમાં રહેતા લોકોમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો, મહિલાઓને રોગ થવાનો ભય રહે છે. એક તો રોગચાળાનું વાતાવરણ છે. ઉપરાંત ગટરના ગંદા પાણીથી મચ્છર જેવા જંતુઓનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. તેથી લોકોમાં રોગચાળો વધી ગયો છે. આવી ગંભીર પરિસ્થિતિને કારણે નાની વાવડી ગામ ના સરપંચ અને સભ્યોને રજુઆત કરી તો તેઓએ આ સોસાયટી અમારામાં આવતી નથી નગરપાલિકામાં આવતી. હોવાનું કહીને નગરપાલિકામાં રજુઆત કરવા જવાનું કહે છે. પણ મહિલાઓના કહેવા મુજબ વેરો ગ્રામ પંચાયત ભરે છે અને મત પણ ગ્રામ પંચાયતને આપે છે. તો આ જવાબદારી ગ્રામ પંચાયતની આવે છે. આથી વહેલીતકે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવાની માંગ ઉઠાવી છે.

- text

- text